Thursday, September 23, 2021
Homeઉનાળો શરૂ થતા દહેગામ તાલુકામાં નર્મદા કેનાલાનુ પાણી સિચાઇ માં ...
Array

ઉનાળો શરૂ થતા દહેગામ તાલુકામાં નર્મદા કેનાલાનુ પાણી સિચાઇ માં બંધ કરી દેતા ઘાસચારોની ભારે અછત

 

ગાંધીનગર જિલ્લામાં દહેગમ  તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ  દ્રારા આ વિસ્થતારના ખેડુતો કેનાલ ના પાણી સિચાઇમાં  આપવામાં આવાતા હતા પરતું ઉનાળા પહેલાજ નર્મદા કેનાલ દ્રારા સિચાઇનું પાણી ખેડૂતોને આપવાનુ બંધ કરી દેતા ઉનાળાનું  વાવેતર સુકાઇ જવા પામ્યું છે.  અને બાજરીના  પાકો શુકાઇ જવા પામ્યા છે. અને વાવેતર શુકાઇ જતા હાલમાં પશુઓ માટે ઘાસ ચારાથી ભારે અછ્ત વર્તાઇ રહી છે. લીલો ઘાસચારાનો  અભાવ હોવાથી ખેડુતોને  આટ્લી મોઘવારી ઘાસચારો ક્યાંથી લાવવો તે મોટી સમસ્યા ઉભી થવા પામી છે.  તેથી તાલુકાના ખેડુતોમાં ભારે ચિંતાનું મોજુ ફરી વવ્યું છે. દહેગામ તાલુકાના પશુપાલકો સાથે સંકળાયેલો હોવાથી પશુઓ રાખી ખેડુતો પોતાનુ જીવન નિર્વાહ ચલાવે છે. ત્યારે ઘાસ ચારાથી ભારે તંગી તેમજ દહેગામ તાલુકાનો અછ્તગ્રસ્ત જાહેર નહી કરતા તાલુકાના ખેડુતોમાં ભારે  નારાજગી વ્યાપી જવા પામી છે. તો સરકારે દહેગામ તાલુકામાં ઘાસચારાની વધી રહેલી સમસ્યા  બાબતે સુચાળુ આયોજન કરવા ઉગ્ર માંગ થવા પામી છે.

બાઇટ- બાબુસિંહ ઝાલા – પુર્વ પ્રમુખ કોંગ્રેસ

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ ગાંધીનગર

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments