ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી કહ્યું: અદભૂત પ્રતિમા છે

0
18

કેવડિયાઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, હું બાળપણથી જ સરદાર પટેલથી પ્રભાવિત હતો.

કેવડિયામાં સરદાર પટેલની અદભૂત પ્રતિમા બનાવી છે. જેનું વર્ણન કરવુ ખુબ જ મુશ્કેલ છે. દરેક ભારતવાસીઓને સરદારની આ પ્રતિમા એકતા અને અંખંડિતાની પ્રેરણા આપતી રહેશે.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, દરેક ભારતવાસીઓએ અને ખાસ કરીને યુવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને સરદારના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. સરદાર પટેલ વીના અખંડ  ભારતની  કલ્પના કઠિન હતી. આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તરીકે પણ સરદારનું દેશ માટેનું યોગદાન અમૂલ્ય છે.

રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા એરપોર્ટ ખાતે ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરા મેયર જીગીશાબેન શેઠ, કલેકટર શાલિની અગ્રવાલ, પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હાજર રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સવારે 9.30 કલાકે હેલિકોપ્ટર દ્વારા નર્મદા જિલ્લાના કેવડીયા કોલોનીના હેલીપેડ ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગર જવા રવાના થઇ હતા.

કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંઘ તોમરના વડપણ હેઠળની હાઇપાવર કન્સલ્ટેટીવ કમિટી પણ નર્મદા જિલ્લાના પ્રવાસે આવી છે, કેન્દ્રીય મંત્રીઓ-રાજ્યના મંત્રી-સંસદસભ્યઓ અને વરિષ્ઠ સચિવઓ સહિતના ઉચ્ચાધિકારીઓ પણ પ્રવાસમાં જોડાયા છે. આ  કમિટી 20થી 22 જાન્યુઆરી દરમિયાન નર્મદા જિલ્લાના પ્રવાસે રહેશે. કેન્દ્રીય રાજ્યમંત્રીઓ હરીભાઇ ચૌધરી, પુરૂષોત્તમભાઇ રૂપાલા, રામકૃપાલ યાદવ,  અર્જુન રામ મેઘવાલ અને  વિજય ગોયેલ સમિતિના સભ્યઓ તરીકે આ પ્રવાસમાં  જોડાયા છે. મંત્રીઓ ઉપરાંત આ સમિતિના સભ્યઓ તરીકે લોકસભાના ૨૩ સદસ્યો અને રાજ્યસભાના 5 સદસ્યો તેમજ કેન્દ્રીય ગ્રામ વિકાસ વિભાગના સચિવ અમરજીતસિંહ પણ આ પ્રવાસમાં સાથે રહેશે. અને  ટેન્ટ સિટી-1 ખાતે કન્સટેટિવ કમિટીની બેઠક પણ યોજશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, વેલી ઓફ ફ્લાવર્સ, સરદાર સરોવર ડેમની મુલાકાત લઇ સાથે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here