Saturday, October 23, 2021
Homeઉપલેટામાં ગીર ગાય સ્પર્ધામાં 'હિરલ', 'ગોપી' વિજેતા, 11000નું ઇનામ
Array

ઉપલેટામાં ગીર ગાય સ્પર્ધામાં ‘હિરલ’, ‘ગોપી’ વિજેતા, 11000નું ઇનામ

ઉપલેટા: શહેરમાં પોરબંદર રોડ બાયપાસ ચોકડી પાસે આવેલ મારુતિ ઈન્ડસ્ટ્રીઝ સામેના મેદાનમાં ઉપલેટા માધવ યુવા ગ્રુપ તથા ઉપલેટા નગરપાલિકાના સહયોગથી તા.૧૩ જાન્યુઆરીને રવિવારના સમગ્ર ગુજરાતના અસલ ગીરગાય તથા ગીર ખુંટની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અસલ ગીર ગાયમાં પ્રથમ નંબરે બે વિજેતાઓ રહ્યા હતા. જેમાં પ્રથમ નંબરે બાબુભાઈ ઓડેદરાની હિરલ તથા દેવાભાઈ કનારાની ગોપી વિજેતા થયા હતા.

દ્વિતિય નંબરે નરેશ પાનેરાની તુલસી તથા તૃતિય નંબરે કલ્પેશભાઈ પટેલની મીરા વિજેતા થયા હતા. જ્યારે ગીર ખૂંટમાં પ્રથમ નંબરે રામભાઈ સિસોદિયાનો નંદ વિજેતા થયો હતો. દ્વિતીય નંબરે બે વિજેતાઓમાં રામભાઈ સિસોદિયાના અર્જુન તથા માધવ ગૌશાળા-મઘરવાડા ગામનો મેલોગોરો વિજેતા થયા હતા. જ્યારે તૃતિય નંબરે નંદકિશોર ગૌશાળા મોળદર ગામનો ક્રિષ્ના વિજેતા થયો હતો.

આ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલા વિજેતાને 11,000, દ્વિતીય નંબરને 7,000, તૃતિય નંબરને 5,000નું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. આજે સોમવારે સમગ્ર ગુજરાતમાંથી કાઠીયાવાડી અને મારવાડી અશ્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments