રાજકોટ: 3 જુલાઇ 2018ના રોજ ઉપલેટામાં જુગારની રેડમાં તત્કાલિન ડીઆઇજી ડી.એન. પટેલ અને આર.આર.સેલના પીએસઆઇ કૃણાલ પટેલે તોડ કર્યાની ફરિયાદ જેઠાભાઇ ડેર નામના વ્યક્તિએ પોલીસ કમ્પલેન ઓથોરિટી ગુજરાત સ્ટેટમાં કરી હતી. જેને લઇને આજે સીઆઇડી ના ઉચ્ચ અધિકારી અજય તોમર તપાસ માટે રાજકોટ આવી પહોંચ્યા છે.
10 લાખની માગણી કરાઇ હતી પરંતુ 6 લાખમાં સેટિંગ થયું હતું
જુગારની રેડ દરમિયાન 10 લાખની માગણી કરવામાં આવી હતી. બાદમાં 6 લાખનું સેટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 5 લાખ અપાયા હતા અને 1 લાખ બાકી હતા. હાલ જેઠાભાઇ ડેર નામના વ્યક્તિને પૂછપરછ માટે બોલાવાયા છે. મહત્વની બ્રાંચના ચોક્કસ પોલીસમેન અને વચેટીયાઓની મધ્યસ્થીથી આ બ્રાંચ દ્વારા મોટી રકમનો તોડ કરાયાનું ડેરની અરજીમાં આક્ષેપ થયાનું ચર્ચાઇ છે.
આરોપીને નગ્ન કરી વધુ પૈસાની માગણી કરી હતી
આરોપીઓને સર્કિટ હાઉસમાં લઈ જઈ તોડ કરવામાં આવ્યો હતો. વધુ પૈસા પડાવવાની લાલચે મુખ્ય આરોપીને રાજકોટ રેન્જ આઈજી ઓફિસમાં રાખવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નગ્ન કરી વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી.