Monday, October 18, 2021
Homeઉપલેટા પાસે ST બસ રોડ પરથી નીચે ઉતરી જતા એકનું મોત, 10...
Array

ઉપલેટા પાસે ST બસ રોડ પરથી નીચે ઉતરી જતા એકનું મોત, 10 મુસાફર ઘાયલ

રાજકોટ:  ઉપલેટા-લીંબુડા રૂટની બસ આજે બપોરે ઉપલેટાથી લીંબુડા જઈ રહી હતી. ત્યારે બસનું સંતુલન ન રહેતા બસ 20 ફુટ નીચે ખાડામાં ઉતરી ગઈ હતી. જે અકસ્માતમાં 1નું મોત નિપજ્યું હતું. જ્યારે 10 મુસાફર ઘાયલ થતાં તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.

ઘટનાની વિગત અનુસાર બપોરે 12:45 વાગ્યે ઉપડેલી ઉપલેટા-લીંબુડા રૂટની એસ.ટી. બસ ઉપલેટાથી 3 કિમી દુર પહોચી, ત્યારે ટેસ્ટિંગ રોડ તૂટતા બસનું સંતુલન ન રહેતા બસ 20 ફુટ નીચે ખાડામાં ઉતરી ગઈ હતી. જેમાં ભીંડોરા ગામના કાનજીભાઈ છૈયાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 10 મુસાફરોને ઈજા થતાં તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જ્યારે ડ્રાઈવર અને કંડક્ટરને વધુ ઈજા થતાં તેને રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. બનાવની જાણ ઉપલેટામાં થતાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ઈજા પામનાર લોકોને મદદરૂપ થવા પ્રયત્ન કર્યા હતા. હાલ ઉપલેટા પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments