યૂટિલિટી ડેસ્ક: હવે કેબ ડ્રાઇવર સાથે તોછડાઈ કરવી તમને ભારે પડી શકે છે. મંગળવારે ઉબર તેની નવી કમ્યુનિટી ગાઇડલાઇન્સ જાહેર કરી જે મુજબ જો તમે ડ્રાઇવર સાથે અથવા યાત્રા કરતા અન્ય લોકો સાથે ગેરવર્તન કરો અથવા તેમની સંપત્તિને નુકસાન પહોંચાડો છો તો તમને બ્લોક કરી દેવાશે. આ પછી તમે ક્યારેય પણ ઉબર કેબનો ઉપયોગ કરી શકશો નહીં.
We aspire for everyone’s ride to be a safe, enjoyable experience. In a step to realise that, we have updated our community guidelines. Check it out here: https://t.co/gYmOFaqQDR #ItTakesTwo pic.twitter.com/zHUSWAZUfW
— Uber India (@Uber_India) January 29, 2019
સતત ઓછા રેટિંગ મળવા પર બ્લોક થઇ જશો
નવી ગાઇડલાઇન્સ મુજબ, જે રીતે ગ્રાહકની ફરિયાદ પર ડ્રાઇવર વિરુદ્ધ કાર્યવાહી થાય છે હવે તેવી જ રીતે ડ્રાઇવરની ફરિયાદ પર ગ્રાહક વિરુદ્ધ પણ એક્શન લેવાશે. ટ્રાવેલિંગ દરમિયાન ડ્રાઇવર અથવા અન્ય સાથી પ્રવાસીઓ સાથે અપશબ્દોનો પ્રયોગ કર્યો કે મારપીટ કરી તો કાર્યવાહી કરવામાં આવશે. ડ્રાઇવરોની ફરિયાદની સાથે-સાથે ગ્રાહકને અપાયેલા રેટિંગ ઉપર પણ ધ્યાન અપાશે. કમ્યૂનિટી ગાઇડલાઇન્સનું વારંવાર ઉલ્લંઘન કરવા પર અને લાંબા સમય સુધી એવરેજ રેટિંગથી ઓછા રહેવા પર યાત્રિકોને બ્લોક કરી દેવાશે. આવા યાત્રીઓને કંપની તરફથી પણ એલર્ટ પણ મોકલવામાં આવશે.
ડ્રાઇવર્સ માટે સેફટી ટૂલકિટ પણ લોન્ચ કરી
આટલું જ નહીં ઉબરે ડ્રાઇવર એપ પણ અપડેટ કરી છે. તેમાં ડ્રાઇવરોની સુરક્ષા માટે ડ્રાઇવર સેફટી ટૂલકિટ અપાઈ છે. જેમાં કંઈક આવા ફીચર્સ છે:-
- એપના શેર ટ્રીપ ફીચરનો ઉપયોગ કરીને ઉબર ડ્રાઇવર ટ્રિપ દરમિયાન પોતાનું લોકેશન ફેમિલી અથવા મિત્રોસાથે શેર કરી શકશે. અત્યાર સુધી આવી સુવિધા નહોતી.
- એપમાં એક ઇમર્જન્સી બટન પણ આપવામાં આવ્યું છે. તેને દબાવીને ડ્રાઇવર પણ ઇમર્જન્સી મદદ માંગી શકે છે. યાત્રિકો માટે પહેલેથી જ આ પ્રકારની સુવિધા આપવામાં આવી છે.
- આ સિવાય એપમાં સ્પીડ લિમિટ ફીચર પણ આપવામાં આવ્યું છે. જયારે ગાડીની સ્પીડ વધુ પડતી હશે તો આ ફીચરની મદદથી ડ્રાઇવરને એલર્ટ પણ આપવામાં આવશે, જેથી સ્પીડ ઓછી કરીને સુરક્ષિત યાત્રા કરી શકાય.
ટીનેજર્સ ઉબરની સર્વિસ લઇ શકશે નહીં
નવી ગાઇડલાઇન્સ અનુસાર, ટીનેજર્સ ઉબર એકાઉન્ટ બનાવી શકશે નહીં અને એપ ઉપયોગ કરવાની મંજૂરી પણ આપવામાં આવશે નહીં.