Monday, September 27, 2021
Homeઉમેદવારી પત્રક ભરવાનાં માત્ર 24 કલાક, છતાં કોંગ્રેસ 7 બેઠકને લઇ અસમંજસમાં
Array

ઉમેદવારી પત્રક ભરવાનાં માત્ર 24 કલાક, છતાં કોંગ્રેસ 7 બેઠકને લઇ અસમંજસમાં

અમદાવાદ: કોંગ્રેસમાં 7 બેઠકોના ઉમેદવારોને લઇ પેચ ફસાયો છે. ઉમેદવારી પત્રક ભરવાના 24 કલાક બાકી પણ ઉમેદવારના નામ અંગે હજુ પણ સંસય છે. ઉમેદવારોના નામ નક્કી કરવામાં કોંગ્રેસ સમય લઇ રહી છે. કેટલાક મહત્વના સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે કેટલાક ઉમેદવારોને સીધા ફોન કર્યા છે.

બનાસકાંઠાથી પરથી ભટોળને ફોન પર સૂચના આપવામાં આવી છે. ખેડા બેઠક પરથી કાળુ ડાભીને પણ ફોન પર સૂચના આપવામાં આવી છે. સાબરકાંઠા બેઠક પરથી રાજેન્દ્ર ઠાકોરને સૂચના આપવામાં આવી છે.

તેમજ હજુ ભરૂચ બેઠક પરથી ઉમેદવારના નામ પર સંશય છે. તો દાહોદ બેઠક અને સુરત બેઠક મુદ્દે પણ કોંગ્રેસમાં અસમંસજ છે. જયારે ભાવનગરથી પણ કોંગ્રેસે હજુ સુધી નામ જાહેર કર્યું નથી.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારની પસંદગી કરવામાં આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે-તે વિસ્તારમાં સારું એવું પ્રભુત્વ ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ગઇકાલે વધુ 2 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. તો હજી 7 ઉમેદવારોના નામની પસંદગીને લઇને કોંગ્રેસ અસમંજસમાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments