Wednesday, September 22, 2021
Homeઉમેદવારી ફોર્મ ભર્યા રાહુલનો બહેન પ્રિયંકા સાથે રોડ શો શરૂ, વાયનાડના રસ્તાઓ...
Array

ઉમેદવારી ફોર્મ ભર્યા રાહુલનો બહેન પ્રિયંકા સાથે રોડ શો શરૂ, વાયનાડના રસ્તાઓ પર કોંગી કાર્યકર્તાઓનો જમાવડો

તિરુવનંતપુરમ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે કેરળની વાયનાડ સીટથી ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. રાહુલ હવે થોડીક જ વારમાં 2 કિમી લાંબો રોડ શો કરશે જેમાં મોટી સંખ્યામાં લોકોના ઉમટવાની સંભાવનાઓ છે. આ રોડ શોમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર રહેશે. વાયનાડમાં 23 એપ્રિલે મતદાન થવાનું છે. રાહુલ પહેલીવાર અમેઠીની સાથે અન્ય એક સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ અત્યાર સુધી 349 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે.

રાહુલનો રોડ શોઃ રાહુલ અને પ્રિયંકા બન્ને વાયનાડમાં રોડ શો કરી રહ્યાં છે. વાયનાડના રસ્તાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ થી ઊભરાયા છે. મોટી સંખ્યામાં લોકો આ રોડ શોમાં જોડાયા છે.

ગયા મંગળવારે રાહુલ ગાંધીએ વાયનાડથી ચૂંટણી લડવા વિશે કહ્યું હતું કે, દક્ષિણ ભારતના લોકો જાણે છે કે, હાલની સરકાર તેમના પર ધ્યાન નથી આપી રહી. દક્ષિણ ભારતને લાગે છે કે, નરેન્દ્ર મોદી તેમની સાથે દુશ્મન ભાવ રાખે છે. તેમને લાગે છે કે દેશમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેમને સામેલ કરવામાં નથી આવતા. હું દક્ષિણ ભારતને મેસેજ આપવા માંગુ છું કે, અમે તમારી સાથે ઉભા છીએ. તેથી મેં કેરળથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.b

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments