‘ઉરી’ના મેકર્સે પોતે Online અપલોડ કરી દીધી ફિલ્મ અને પછી જે થયું તેના પર વિશ્વાસ નહી થાય

0
92

ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ ગત શુક્રવારે રિલીઝ થઇ અને લોકો આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યા છે, પરંતુ ઘણા એવા લોકો છે જે થિયેટર્સમાં જોઇને ફિલ્મો પર પોતાના રૂપિયા ખર્ચ કરતા નથી, એવું જ કંઇક ‘ઉરી’ની સાથે પણ થઇ રહ્યુ છે, કેમકે કેટલાક લોકો આ ફિલ્મને ડાઉનલોડ કરવા ગયા પણ તેમની સાથે જ થયું તેની કલ્પના પણ તેણે નહોતી કરી.

ડિરેક્ટર આદિત્ય ઘરની ફિલ્મ અસલી ઘટના પર આધારિત છે. આ ફિલ્મ 2016માં ભારતીય સેનાઓ દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇલની ઘટના પર આધારિત છે, જે ઇન્ડિયન બોક્સ ઑફિસ પર ખૂબ જ ધમાલ માચવી રહી છે. ફિલ્મે બોક્સ ઑફિસ પર 50 કરોડની કમાણી કરી દીધી છે. મેકર્સના ઘણા પ્રયત્નો કર્યા કે આ ફિલ્મ પાઇરસી વેબસાઇટ torrentથી બચાવી શકાય અને આ જ પ્રયત્નોમાં જ મેકર્સે પોતે જ ફિલ્મને આ સાઇટ પર અપલોડ કરી દીધી. વાસ્તવમાં મેકર્સ પાઇરસી ફિલ્મ દેખનારા લોકોને પાઠ ભણાવવા માંગતા હતા, તેથી ‘ઉરી’ની એક વીડિયો ક્લિક ટોરેન્ટ પર અપલોડ કરી દીધી.

બતાવવામાં આવી રહ્યુ છે, જ્યાં અપલોડ કરવામાં આવેલી ફિલ્મ ‘ઉરી’ લગભગ 4GB મૂવી ફાઇલને તમે ડાઉનલોડ કરશો તો તમને જે જોવા મળશે તે કંઇક અલગ જ હશે.

વીડિયોમાં મૂવીના કેટલાક શરૂઆતી સીન્સ છે, જેમાં સર્જિકલ સ્ટ્રાઇકને લઇને એક્ટર્સ ચર્ચા કરી રહ્યા છે. પરંતુ તમે વિચારશો કે ફિલ્મની પ્રાઇરેટેડ કૉપી મળી ગઇ, તો એક્ટર્સની વાત સાંભળીને તમને વિશ્વાસ નહી આવે કેમકે તેઓએ મૂર્ખ બનાવવા માટે આ વીડિયો અપલોડ કર્યો છે, જે લોકો પાઇરસી વેસબાઇટ પર ફિલ્મો આ રીતે જુએ છે.

આ વીડિયોમાં યામી ગૌતમ કહી રહી છે કે, ”સર્જિકલ સ્ટ્રાઇક  0400 hours  પર સ્ટાર્ટ થશે અને તેમની આર્મીને ખબર પણ પડશે નહી.” વિકી કૌશલ કહે છે કે, ”ઠીક એજ રીતે અમે તમારી સ્ક્રીનમાં ઘુસીને ગયા અને તમને ખબર પણ ના પડી.” યામી આગળ કહે છે કે, ”તમને શું લાગે છે? જ્યારે અમારી આર્મી તેમની સરઝમી પર જઇને આતંકવાદીઓને મારી શકે છે તો અમે તમારા ટોરેન્ટમાં ના ઘુસી શકીએ?”

જે પછી વિકી કહે છે કે, ”પિક્ચર જુઓ, ગર્વથી થિયેટરમાં જઇને.” યામી અને વિકી કહે છે કે, ”ચોરી છૂપાઇને ગેર કાયેદસર રીતે ડાઉનલોડ કરીને નહી, આ નવું હિંદુસ્તાન છે. ઘરમાં જઇને મારશે.”

https://www.facebook.com/indiandefencenewsinfo/videos/276217903054981/?t=0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here