Monday, October 18, 2021
Homeઉરી’ની બૉક્સઑફિસ પર સર્જિકલ સ્ટ્રાઇક, વિક્કી કૌશલની ફિલ્મે કરી અધધ કમાણી
Array

ઉરી’ની બૉક્સઑફિસ પર સર્જિકલ સ્ટ્રાઇક, વિક્કી કૌશલની ફિલ્મે કરી અધધ કમાણી

બોલીવુડનો હેન્ડસમ હંક એક્ટર વિકી કૌશલ તાજેતરમાં જ રીલીઝ થયેલી પોતાની ફિલ્મ ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇકની સફળતાને એન્જોય કરી રહ્યો છે. તેવામાં બીજીબાજુ બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલની ફિલ્મ ‘ઉરી’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. સાથે જ આ ફિલ્મ વર્ષ 2019ની પહેલી હિટ ફિલ્મ બની ગઇ છે.

ફિલ્મે રીલિઝના દિવસે એટલે કે 11 જાન્યુઆરીએ 8.20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પહેલા સપ્તાહમાં તેની કુલ કમાણી 35.73 કરોડ રહી હતી. જ્યારે પાંચ દિવસમાં તો ફિલ્મે 50 કરોડનો આંકડો પાર કર્યો હતો. હવે કમાણી મામલે ફિલ્મે 200 કરોડનો આંકડો પાર કર્યો છે. હજુ દર્શકો ફિલ્મ જોવા થિયેટર પહોંચી રહ્યાં છે. ફિલ્મ ‘ઉરી’એ ફર્સ્ટ વીકમાં 71.26 કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે બીજા અને ત્રીજા વીકની કમાણી સાથે ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી ગઇ હતી.

હવે ફિલ્મે ચોથા વીકમાં 29.02 કરોડનું કલેક્શન કર્યું છે. આવામાં તેનું કુલ બિઝનેસ 200 કરોડને પાર પહોંચી ગયું છે. વિક્કી કૌશલ આ પહેલાં ‘બાહુબલી 2’નો રેકોર્ડ તોડી ચૂક્યો છે. બાહુબલી 2એ 23માં દિવસે 6.35 કરોડની કમાણી કરી હતી, જ્યારે ઉરીએ 6.53 કરોડની કમાણી કરી હતી. સાથે જ ફિલ્મ ‘ઉરી’ 2019ની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઇ છે. ફિલ્મનો ડાયલોગ ‘હાઉઝ ધ જોશ’ જબરદસ્ત હિટ થયો છે.

ફિલ્મ ‘ઉરી’ 2016માં થયેલી સર્જિકલ સ્ટાઇક પર આધારિત છે. ફિલ્મની સફળતા સાથે જ અભિનેતા વિક્કી કૌશલ બોલિવૂડના સુપરસ્ટાર્સના લિસ્ટમાં સામેલ થઇ ગયો છે. વિક્કી કૌશલે 2015માં આવેલી ફિલ્મ ‘મસાન’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. વિક્કી કૌશલની દમદાર એક્ટિંગના વખાણ થઇ રહ્યાં છે, સાથે જ તેની સારી એવી ફેન ફોલોઇંગ પણ બની ગઇ છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ અનુસાર, મીડિયમ બજેટ ફિલ્મની રીતે ઉરી બેસ્ટ ટ્રેંડિંગ રહી. ડાયરેક્ટર આદિત્ય ધરની આ ફિલ્મમાં વિક્કી કૌશલ, યામી ગૌતમ, પરેસ રાવલ, મોહિત રૈના અને કૃતિ કુલહરી મહત્વની ભૂમિકામાં હતાં. આ ફિલ્મ વર્ષ 2016માં પાકિસ્તાન પર ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટાઇક પર આધારિત હતી. ફિલ્મ ક્રિટિક્સની સાથે-સાથે દર્શકોને પણ પસંદ પડી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments