Tuesday, December 7, 2021
Homeઉરીની લોકપ્રિયતા તોડશે સિમ્બાનો રેકોર્ડ, બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર
Array

ઉરીની લોકપ્રિયતા તોડશે સિમ્બાનો રેકોર્ડ, બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર

11 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આદિત્ય ઘર નિર્દેશિત ફિલ્મ ઉરી પોતાના આઠમાં હપ્તે ધુવાંધાર કમાણી કરી રહી છે. ઉરી ફિલ્મ પછી કેટલીયે ફિલ્મો રિલીઝ થઈ, જેવીકે ટોટલ ધમાલ, લુકા-છુપ્પી, ગલી બોય પણ આમાંથી કોઈની અસર ઉરી ફિલ્મની કમાણી પર પડી નહી. વિક્કી કૌશલની ફિલ્મ ટૂંક સમયમાં રોહિત શેટ્ટી નિર્દેશિત સિમ્બાની લાઈફ ટાઈમ બોક્સ ઓફિસ કલેક્શનનો રેકોર્ડ તોડવા જઈ રહી છે.

ઉરી ફિલ્મની કહાની 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઈકની સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મના વિષય પરથી આશા લગાવવામાં આવી રહી છે કે આ સારી કમાણી કરશે, પણ કોઈએ એ વિચાર્યુ પણ નહી હોય કે 45 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ 238 કરોડની કમાણી કરશે. સૌથી મહત્વની વાત એ છે કે ઉરીને કોઈ હોલીડે અને તહેવારના વીકેન્ડમાં રિલીઝ કરવામાં આવી ન હતી, આમ છતા ફિલ્મએ શાનદાર કમાણી કરી જે વાત ચોંકાવનારી સાબીત થઈ. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરતા આંકડાઓ અંગે જાણકારી આપી છે.

આ કારણોથી ફિલ્મ કમાઈ રહી છે ધમાકેદાર કમાણી

ઉરી ફિલ્મ ફેબ્રુઆરીમાં શાનદાર કમાણી કરી તેની પાછળ કારણ એ છે કે પુલવામાં આતંકી હુમલા બાદ થયેલા ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈક, જેને સર્જિકલ સ્ટ્રાઈક 2 નામ આપવામાં આવેલ છે. ઉરી ફિલ્મની કહાની હાલ જે પરિસ્થિતિ છે તેને એક દમ અનુકુળ છે. આંકડાઓ દર્શાવે છે કે આ બંને ઘટનાઓ બાદ ઉરીના કલેક્શનમાં જોરદાર ઉછાળો આવ્યો હતો.

14 ફેબ્રુઆરીએ પુલવામા થયેલા હુમલા બાદ ઉરીએ 15 ફેબ્રુઆરીએ 4.69 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે આ આંકડો 6 કરોડની આસપાસ પહોંચી ગયો હતો. ઉરીએ 2 માર્ચે ઉરીએ 75 લાખ રૂપિયાની કમાણી કરી હતી. 3 માર્ચ રવિવારે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવવાની શક્યતા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે આ કલેક્શન 1 કરોડની આસપાસ રહેશે. આટલા અઠવાડિયા પછી ફિલ્મ હજુ પણ દર્શકોના દિલ પર રાજ કરી રહી છે.

સિમ્બાની અને ઉરીની કમાણીની સરખામણી કરીએતો 28 ડિસેમ્બરે રિલીઝ થયેલી રણવીર સિંહની આ ફિલ્મ લાઈફ ટાઈમ કલેક્શન 240 કરોડ છે. તો ઉરીએ ફક્ત 8 અઠવાડિયામાં 238 કરોડે પહોંચી ચુકી છે. એટલે તો સિમ્બાના રેકોર્ડ તોડવાની નજીક જઇ રહ્યુ છે.

બંનેના બજેટમાં જમીન આસમાનનો ફર્ક છે. સિમ્બા 80 કરોડના બજેટમાં બની હતી તો ઉરી માત્ર 45 કરોડમાં બની છે. આ રીતે સરખામણી કરવામાં આવે તો ઉરી દરેક રીતે સિમ્બા પર ભારે પડી શકે છે. એટલું જ નહી બંને ફિલ્મોની શૈલીમાં ખુબ મોટુ અંતર છે. આ ફિલ્મ માસ ઇન્ટરનેટની છે તો બીજી ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments