- Advertisement -
રાજકોટ: ‘દેશની એકતા તોડનાર અને કાશ્મીરની આઝાદી માટે લડતા વામપંથીઓની સભા થવા જઇ રહી છે તેનો વિરોધ કરો, જેમણે ઉરી ફિલ્મ ન જોયું હોય તે 13 ફેબ્રુઆરીએ આવી જજો પાર્ટ-2 જોવા મળશે. રાજકોટ કા હિન્દુ કાયર નહીં હૈ, દેશદ્રોહી કો ગુજરાત મેં પ્રવેશ દેના હમારે પૂર્વજો ઔર ભારતીય સંસ્કૃતિ કા અપમાન હે.’ જેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યા છે. રાજકોટમાં હાર્દિક, જીજ્ઞેશ અને કનૈયા કુમારની સભાનું આયોજન કરાયું છે. જને લઈને આ મેસેજ વાઈરલ થઈ રહ્યાં છે.
રથ આગામી 12 ફેબ્રુઆરી સુધી રાજકોટમાં ફરશે
-
આ સભામાં કનૈયા કુમાર, હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી સહિતનાં નેતાઓ આવી રહ્યા છે. ત્યારે હવે આ સભા રણમેદાન બની જવા તરફ જઇ રહી છે. બંધારણ બચાવો, સંવિધાન બચાવો રેલીનું આયોજન ટીમ ઇન્દ્રનીલ ફોર યૂ અને રાષ્ટ્રવાદી યુવા મંચે કર્યું છે. જેનું પ્રસ્થાન મંગળવારે ટીમ ઇન્દ્રનીલે કરાવ્યું હતું. આ રથ આગામી 12 ફેબ્રુઆરી સુધી ફરશે. 13 ફેબ્રુઆરીના રાજકોટમાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, જવાહરલાલ નેહરુ તેમજ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પગપાળા યાત્રા કરી બહુમાળીભવન ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કનૈયાની સાથે હાર્દિક, જીજ્ઞેશનો પણ વિરોધ શરૂ થઇ ગયો છે. સોશિયલ મીડિયામાં આ અંગેના મેસેજ ફરી રહ્યા છે. જેમાં આક્રમક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
-
આ રથ આગામી 12 ફેબ્રુઆરી સુધી ફરશે. 13 ફેબ્રુઆરીના રાજકોટમાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, જવાહરલાલ નેહરુ તેમજ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પગપાળા યાત્રા કરી બહુમાળીભવન ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
-
કનૈયાની સાથે હાર્દિક, જીજ્ઞેશનો પણ વિરોધ શરૂ થઇ ગયો છે. સોશિયલ મીડિયામાં આ અંગેના મેસેજ ફરી રહ્યા છે. જેમાં આક્રમક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે.