ઊંઘમાં મોંમાથી લાળ નીકળે છે તો ના કરતા ઇગ્નોર, હોઇ શકે છે આવી સમસ્યા

0
42

લાળ ગ્રંથિને વૈજ્ઞાનિક ભાષામાં એક્સોક્રાઈન ગ્રંથિ પણ કહેવાય છે, આ ભોજન પચાવવામાં મદદ કરે છે. લાળમાં કફ, એન્ટીબેક્ટેરિયલ તત્વ, એન્જાઈમ અને પાણી જેવા ઘણાં તત્વ હોય છે. ઘણાં લોકોને રાતે સૂતી વખતે ઊંઘમાં લાળ નીકળતી હોય છે. જ્યારે તમે પડખું વળીને સૂતા હોવ છો ત્યારે તમારા ફેસના સ્નાયુઓ રિલેક્સ હોય છે. આ સમયે લાળના ગ્લેન્ડ્સ લાળ તૈયાર કરે છે. પણ શું તમે જાણો છો કે રાતે મોંમાંથી નીકળતી લાળ કેટલીક બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. તો ચાલો આજે જાણી લો કે લાળ કઈ બીમારીઓનો સંકેત આપે છે.

એલર્જી:

શરીરમાં લાળ બનાવવા માટે અલગ ગ્લેન્ડ્સ હોય છે. આ ગ્લેન્ડ્સ જાગતી વખતે ઓછાં અને સૂતી વખતે વધુ લાળનું નિર્માણ કરે છે. તેની પાછળ શરીરમાં એલર્જીની સમસ્યા પણ જવાબદાર હોઈ શકે છે. જેના કારણે નોર્મલથી વધુ લાળ બને છે. નાક સંબંધી એલર્જી અથવા ખાવા-પીવાની કોઈ એલર્જી પણ આનું કારણ હોઈ શકે છે.

એસિડિટી:

જે લોકોને એસિડિટીની સમસ્યા હોય છે એવા લોકોમાં પણ રાતે સૂતી વખતે વધુ લાળ નીકળે છે. એસિડ રિફલક્સનું કારણ ગેસ્ટ્રિક એસિડ હોય છે. તેનાથી પેટમાં રહેલું એસિડ ઉત્તેજિત થાય છે અને વધુ પ્રમાણમાં લાળ બનાવવા લાગે છે.

ટોન્સિલ:

ટોન્સિલ એટલે કે કાકડાની સમસ્યામાં પણ ગ્લેન્ડ નોર્મલથી વધુ લાળ બનાવવા માટે છે. ગળાની પાછળ રહેલાં ટોન્સિલમાં સોજો આવવા પર ગળાનો રસ્તો સાંકળો થઈ જાય છે જેના કારણે લાળ ગળામાંથી નીચે ઉતરતી નથી અને મોંમાંથી બહાર નીકળવા લાગે છે.

સાઈનસ ઈન્ફેક્શન:

સાઈનસ ઈન્ફેક્શનની સમસ્યા શ્વાસનળીથી જોડાયેલી હોય છે. આ પ્રકારની સમસ્યામાં ઘણાં લોકો નાકની જગ્યાએ મોંમાંથી શ્વાસ લે છે. જેના કારણે મોંમાં વધુ લાળ બને છે અને ગળાથી નીચે ઉતરવાની જગ્યાએ તે મોંમાંથી બહાર નીકળવા લાગે છે.

હાઈ એસિડિક ડાયટ:

ડાયટમાં હાઈ એસિડિક ફૂડ્સ ખાવાથી વધુ પ્રમાણમાં લાળ બને છે. જેના કારણે પણ રાતે સૂતી વખતે લાળ નીકળવાની સમસ્યા થાય છે.

ઘરેલૂ ઉપાય:

-વધુ લાળ બનતા રોકવા માટે ફટકડીના પાણીના કોગળા કરવા જોઈએ, તેના લાળનું ઉત્પાદન પણ ઘટે છે.

-પૂરતાં પ્રમાણમાં પાણી પીવાથી પણ મોંમાં વધુ પ્રમાણમાં લાળ બનતી અટકે છે. તેની સાથે જ માઉથવોશથી કોગળા કરવાથી પણ લાળનું ઉત્પાદન ઘટે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here