ઊંઝા APMCના વિવાદમાં હાઇકોર્ટમાં વધુ એક પિટિશન

0
28

અમદાવાદ: ઊંઝા એપીએમસીમાં ચાલી રહેલા રાજકીય ગજગ્રાહના મામલો ફરી હાઇકોર્ટ પહોંચ્યો છે. કેટલીક સોસાયટીઓને મતદારયાદીમાંથી રદ કરી દઇ તેમને મતાધિકારથી વંચિત કરવા સામે હાઇકોર્ટમાં રિટ થઇ છે. અગાઉ પણ કેટલીક સોસાયટીઓને અચાનક મંજૂરી આપી તેમને મતદારયાદીમાં સમાવી લેવા મામલે રિટ થતાં કોર્ટે તે કાઢી નાખી હતી.

કેસની વિગત

 ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં કેટલીક મંડળીઓ બાદ કરવાના અને કેટલીક મંડળીઓને જોડવાના રાજકીય ખેલ વચ્ચે સમગ્ર વિવાદ હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. 4થી ‌વધારે મંડળીઓએ હાઇકોર્ટ સમક્ષ રિટ કરી છે.