ઊંટડીનું દૂધ પીવો, થશે આવા ચમત્કારિક ફાયદા

0
58

સામાન્ય રીતે લોકો ક્યાં તો ગાય ક્યાં તો ભેંસનું દૂધી પીતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય ઉંટડીના દૂધ વિશે સાંભળ્યુ છે? તમને જાણીને નવાઇ લાગશે કે ગાયનું દૂધ જે બિમારીને દૂર નથી કરી શકતુ તે દૂર કરવાની તાકાત ઉંટડીના દૂધમાં હોય છે. તેને સુપરફૂડ કહેવામાં આવે છે, તેના ફાયદા જાણીને તમે ગાય-ભેંસનું દૂધ મૂકીને ઉંટનું દૂધ પીતા થઇ જશો. ..

સંશોધનો દર્શાવે છે, કે ઉંટડીનું દૂધ માતાના ધાવણ જેવુ હોય છે, તે પચવામાં સરળ રહે છે. વળી તેમાં ગાયના દૂધ કરતા અનકે ગણા વધારે પોષકતત્વો રહેલા હોય છે. તેમાં ગાયના દૂધ કરતા વધુ માત્રા્માં આર્યન, ઝિંક, પોટેશિયમ, કોપર, સોડિયમ અને મેગ્નેશિયમ હોય છે.

ઉંટડીના દૂધમાં ગાયના દૂધ કરતા વિટામિન A અને B2 લેવલ્સ વધારે હોય છે. તેમાં પ્રોટીન પણ વધુ માત્રામાં હોય છે. ગાયમાં દૂધ કરતા તેમાં ત્રણ વધુ વિટામિન C હોય છે. ઉંટડીના દૂધમાં અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને શરીરમાં આવશ્યક B-વિટામિન્સ હોય છે.

ઉંટડીના દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે, જેના સેવનથી હાડકાઓ મજબૂત થાય છે, તેમાં મળતું લેક્ટોફેરિન નામનું તત્વ કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. આ દૂધને પીવાથી લોહીની ટોક્સિન્સ પણ દૂર થાય છે અને લિવર પણ સાફ થાય છે. પેટની સમસ્યાઓને દૂર કરવા માટે ઉંટડીના દૂધનું સેવન કરવુ જોઇએ.

જે લોકોને કોલેસ્ટ્રોલની તકલીફ હોય તેમને સામાન્ય રીતે દૂધ પીવાની ના પાડવામાં આવે છે. તેમને જાણીને નવાઇ થશે કે ઉંટડીના દૂધમાં કોલેસ્ટ્રોલ લેવલ નીચુ હોય છે. તેમાં રહેલા પ્રોટીન અને કાસેઈન્સને કારણે તે શરીરમાં હીલીંગ માટે જરૂરી તમામ પોષકતત્વો પૂરા પાડે છે. તે એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ તત્વોથી ભરપૂર હોય છે.

ઉંટડીનુ દૂધ ડાયાબિટીઝના રોગીઓ માટે રામબાણ ઇલાજ છે. ઉંટડીના 1 લિટર દૂધમાં 52 યૂનિટ ઇન્સુલિન મળી આવે છે, જે અન્ય પશુઓના દૂધમાં મળતી ઇન્સૂલિન કરતા વધારે છે. ઇન્સૂલિન શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેના સેવનથી વર્ષોનો ડાયાબિટીઝ મહિનાઓમાં ઠીક થઇ જાય છે.

જે બાળકોને અમુક પ્રકારના ખાદ્યપદાર્થોથી એલર્જી રહેતી હોય તેમના માટે ઉંટડીનું દૂધ અક્સીર ઇલાજ છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ ઉંટડીનુ દૂધ કોઇપણ સાઇડઇફેક્ટ વગર એલર્જી સામે શરીરને લડવાની ક્ષમતા આપે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. શરીરને હાનિ પહોંચાડનારા તત્વો અને રોગ ફેલવાનારા તત્વો સામે શરીરને લડવાની ક્ષમતા આપે છે, તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સને કારણે તે લોહીનો વિકાર દૂર કરે છે, ત્વચા ચમકીલી બનાવે છે અને કેન્સર જન્ય કોષોનો નાશ કરે છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ ઊંટડીનું દૂધ પીતા લોકો લાંબો સમય સુધી જવાન દેખાય છે. તેમાં આલ્ફા હાઈડ્રોક્સિલ એસિડ રહેલું હોય છે જે ત્વચા પરની કરચલી દૂર કરે છે અને ઉંમર વધતી  અટકાવે છે.

ગાય-ભેંસના દૂધની સરખામણીએ ઊંટડીનું દૂધ લો ફેટ છે. તેને કારણે શરીરમાં ફેટ વધતી નથી આથી કોલેસ્ટ્રોલ સમસ્યા પણ નથી થતી અને વજન પણ ઘટવા માંડે છે. તેમાં ઇન્સ્યૂલિન હોય છે અને શરીર માટે જરૂરી મોટાભાગના પોષકતત્વો હોય છે. ઉંટડીનું દૂધ પોષકતત્વો એટલા ભરપૂર હોય છે કે તેમાં બીજા કોઇ પ્રિઝર્વેટિવ્ઝ ઉમેરવાની જરૂર પડતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here