Wednesday, September 22, 2021
Homeઊના થી 35 નોટિકલમાઇલ દૂર ગુજરાત-મહારાષ્ટ્રની બોટો વચ્ચે ગેંગવોર,
Array

ઊના થી 35 નોટિકલમાઇલ દૂર ગુજરાત-મહારાષ્ટ્રની બોટો વચ્ચે ગેંગવોર,

રાજકોટ:ઊનાના નવાબંદરની બોટના ટંડેલ અને ખલાસી પર પથ્થરમારો અને પાઇપ-ધોકાથી હુમલો કરી માર મારી બોટ અને જાળને નુકસાન કરી બોટને ડૂબાડી દેવાનો પ્રયાસ કરાયાની ઘટના બનતાં માછીમાર પરીવારોમાં ભારે રોષ છવાયો છે. ગત 23 માર્ચે ઊનાના નવાબંદરથી માંડણભાઇ પાંચાભાઇ મજેઠીયાની મેઘદુત પ્રસાદ નામની બોટ લઇ ટંડેલ રવિન્દ્ર ભીમજી સોલંકી અને તેના ખલાસીઓ 70 કિમી એટલે કે 35 નોટીકલ માઇલ અરબી સમુદ્રમાં જાળ બાંધી માછીમારી કરી રહ્યા હતા. એ વખતે મહારાષ્ટ્રની 20 થી 25 બોટ એક જુથમાં આવી પહોંચી હતી. અને તેની જાળ તોડી નાંખી ફિશીંગ કરતા ખલાસીઓ પર પથ્થરમારો કરી પાઇપ-ધોકા સાથે માર મારવા લાગ્યા હતા.

આ ગેંગવોરમાં ટંડેલ સહિત 9 ખલાસીઓને નાની મોટી ઇજા થઇ હતી. હુમલાખોરોએ બોટમાં તોડફોડ કરી બોટ સાથે ખલાસીઓને દરીયાઇ સીમામાં ડૂબાડી દેવાનો પ્રયાસ કર્યો હતો. આથી આ ખલાસીઓ પોતાની બોટ લઇ જીવ બચાવી ભાગી નિકળ્યા હતા. આ બનાવમાં બોટ, જાળ, માછીમારીનાં સાધનો સહિત 2 લાખનું નુકસાન થયું હતું. આ અંગેની વિગતો બોટ માલીક અને નવાબંદરના સરપંચ સોમવારભાઇ માંડણભાઇએ આપી હતી. બનાવ અંગે પોલીસમાં ફરીયાદની તજવીજ શરૂ કરાઇ છે.

આ ઘટના એકવારની નથી વારંવાર આ વિસ્તારની બોટને આંતરી તેના પર હુમલા કરી નુકસાન કરાય છે. પણ દરીયાઇ નોટીકલ માઇલ સરહદના પ્રશ્નોના કારણે આ ઘટનાઓ બહાર આવતી નથી.-સોમવારભાઇ, સરપંચ, નવાબંદર

આ ઘટના 30 નોટિકલ માઈલ દૂરની છે જે નેશનલ વિસ્તારના દરીયાઇ સીમાનો બનાવ છે. આથી ફરિયાદ પોરબંદરની નવીબંદર મરીન પોલીસમાં નોંધાવવા જવું પડે.-PSI, મંધરા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments