ઋષિ કુમાર શુક્લાએ CBI ડાયરેક્ટરનું પદ સંભાળ્યુ, કોંગ્રેસે નિમણૂકનો વિરોધ કર્યો હતો

0
23

નવી દિલ્હીઃ  ઋષિકુમાર શુક્લાએ સોમવારે CBI ડાયરેક્ટરનો ચાર્જ સંભાળ્યો છે. સરકારે તેમની શનિવારે નિમણૂક કરી હતી. મધ્યપ્રદેશનાં પૂર્વ પોલિસ મહાનિયામક શુક્લા 1983 બેંચનાં IPS અધિકારી છે.

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ વડાપ્રધાનને પત્ર લખીને નિમણૂક પર વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, શુક્લાને ભ્રષ્ટાચાર સંબંધિત મામલાની તપાસનો અનુભવ નથી. જો કે રાજ્યમંત્રી જિતેન્દ્ર કુમારે કહ્યું હતુ કે, સીબીઆઈ નિર્દેશક તરીકે શુક્લાની પસંદગી તમામ ઘોરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. કોંગી નેતાઓ તેમની પસંદનાં અધિકારીની નિમણૂક માટે આ પ્રકારે નિવેદનો આપી રહ્યા છે.

આલોક વર્માને હટાવ્યા બાદ સીબીઆઈનું પ્રમુખ પદ 10મી જાન્યુઆરીથી ખાલી હતુ. ભ્રષ્ટાચારનાં આરોપો પર ગુજરાત કેડરનાં આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચેની ખેંચતાણ થઈ હતી. વર્મા અને અસ્થાના બન્નેએ એકબીજા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.વર્માને પદ પરથી હટાવ્યા બાદ એમ.નાગેશ્વર રાવ ઈન્ટિરમ સીબીઆઈનાં પ્રમુખ તરીકે કાર્યરત હતા.

શુક્લા મૂળરૂપે ગ્વાલિયરના રહેવાસી છે. તેમની શરૂઆતમાં પોસ્ટિંગ સીએસપી રાયપુરમાં થઈ હતી. તેઓ દમોહ, શિવપુરી અને મંદસૌર જિલ્લાના એસપી રહ્યાં. આ ઉપરાંત 2009થી 2012 સુધી એડીજી ઈન્ટેલિજન્સ પર રહી ચુક્યાં છે. જુલાઈ, 2016થી જાન્યુઆરી, 2019 સુધી મધ્યપ્રદેશના DGP હતા. રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવ્યાં બાદ તેમને મધ્યપ્રદેશ પોલીસ હાઉસિંગ બોર્ડના ચેરમેન બનાવ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here