એઈમ્સ બાદ વિજય રૂપાણીએ રાજકોટને આપી આ મોટી ભેટ

0
20

રાજકોટ ખાતે 2500 એકર વિસ્તારમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ વચ્ચે એમએયુ થયા છે. સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં થયેલા એમઓયુમાં નવા એરપોર્ટ પર 280થી વધુ મુસાફરોની વાહન ક્ષમતા સાથેના એરબેસ એ-320-200 તેમજ બોઈગ બી 737-900 જેવા વિમાનોની સુવિધા સામેલ છે.

આ સુચિત એરપોર્ટ પર સમાંતર બે ટેક્ષી વે રહેશે તથા એપ્રન, રેપીડ એક્ઝીટ ટેક્ષી ટ્રેક, ટર્મિનલ બિલ્ડીંગ, કાર્ગો, એમઆરઓ હેન્ગર્સ સુવિધા ઉપલબ્ધ થશે. સમગ્ર એરપોર્ટ 1033 હેક્ટર વિસ્તારમાં નિર્માણ પામશે જેમાથી 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, 250 એકરનો ગ્રીન ઝોન, 524 એકર સીટી સાઈડ પેસેન્જ સુવિધા માટે અને એવિશેશન પાર્ક માટે 250 એકર જમીનનો ઉપયોગ કરાશે. 2500 કરોડના ખર્ચ તબક્કાવાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે અને એરપોર્ટ માટેની જમીન રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાશે.

ઉલ્લેખનીય છે કે જસદણ ચૂંટણી પહેલા ભાજપે ગઢ જીતવા માટે જનતાને પ્રલોભનો આપ્યા હતા. જેમાંની એઈમ્સ રાજકોટના ફાળે ગઈ હતી. જો કે વડોદરા તેનું મોટું દાવેદાર હોવા છતા રાજકોટમાં ચૂંટણી હોવાથી ભાજપે મત અંકે કરવા માટે આ પગલું ભર્યું હતું. જેમાં તેને સફળતા પણ મળી હતી. તો બીજી તરફ ફરી વખત રાજકોટ પર રૂપાણી વરસ્યા હતા. એક વાત એવી પણ ઉડી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટણી લડી શકે છે. પણ આવનારી ચૂંટણીમાં હવે ભાજપ કોઈ કસર બાકી રાખવા નથી મુકતુ એટલે જનતાને પ્રલોભનો આપવાની બજાર તેણે ખુલ્લી મુકી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here