પડોશી દેશ પાકિસ્તાને ગઇ કાલે ભારતને વિંગ કમાન્ડર અભિનંદનને પરત મોકલ્યા, જેઓ 2 દિવસથી પાકિસ્તાનના કબ્જામાં હતા. અભિનંદનના સ્વાગતમાં હજારો લોકો સીમા પર જોવા મળ્યા તો દેશના ઘણા વિસ્તારોમાં લોકોએ ઢોલનગારા વગાડીને ઉજવણી કરી. દેશભરની જનતાની સાથે બોલિવુડ અને રાજનીતિની હસ્તીઓએ પણ તેમનુ સ્વાગત કર્યુ.
આ વચ્ચે પોતાના નિવદેનો અને ફોટોશૂટના કારણે ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ માહિકા શર્મા કમાન્ડરને સ્વાગતને લઇને સોશ્યલ મીડિયા પર ટ્રોલ થઇ ગઇ. ‘રામાયણ’ સીરિયલની આ એક્ટ્રેસ પહેલા બિકીની ફોટો સાથે અભિનંદનની રાહ જોતો ફોટો પોસ્ટ કર્યો, જે પછી કમાન્ડરનો એક ફોટો પોસ્ટ કર્યો.
https://www.instagram.com/p/BudsxpFh4uI/?utm_source=ig_embed
આ બંને ફોટો શૅર કર્યા પછી માહિકા શર્માને સોશ્યલ મીડિયા પર લોકોએ ટ્રોલ કરવાની શરૂ કરી દીધુ. સોશ્યલ મીડિયા પર કેટલાક યૂઝર્સે તેની પોસ્ટ પર અભદ્ર ટિપ્પણી કરતા કહ્યુ કે, ‘બિકીની પહેરીને કોણ રાહ જુએ’, તો કેટલાક લોકોએ તેની મજાક ઉડાવતા કહ્યુ કે, ‘સારી રીતે તેમણું (અભિનંદન)નું સ્વાગત કરી રહી છે’
https://www.instagram.com/p/BudwQJMhcin/?utm_source=ig_embed
આ સિવાય યૂઝર્સે માહિકાની પોસ્ટ પર ટીકા કરી. વાસ્તવમાં માહિકા શર્માએ પોતાના ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામમાં કમાન્ડર અભિનંદનની ફોટો પોસ્ટ કરતા કેપ્શન લખ્યુ કે, ”ભૂલી જાઓ સલમાન ખાન, શાહરૂખ ખાન અને અમિર ખાનને, અભિનંદન જ ભારતના અસલી હીરો છે. મને ખૂબ જ સારું લાગશે જ્યારે તેમણે મળીશ.”
તમને જણાવી દઇએ માહિકા શર્મા ટીવી સીરિયર ‘રામાયણ’ અને ‘FIR’ જેવી સીરિયલ્સમાં જોવા મળી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, માહિકાએ બ્રિટિશ પોર્ન એક્ટર ડૈની ડી સાથે એક પ્રોડક્શન હાઉસ શરૂ કર્યુ છે, જેના બેનર હેઠળ ‘ધ મોર્ડન કલ્ચર’ નામથી એક હિંદી ફિલ્મ બની રહી છે.