Sunday, September 19, 2021
Homeએકલા યુપી માં જ PM મોદી સંબોધશે 20થી વધુ જાહેરસભાઓ
Array

એકલા યુપી માં જ PM મોદી સંબોધશે 20થી વધુ જાહેરસભાઓ

ફરી વખત સત્તા પર આવવા માટે યુપીની 80 બેઠકો પર ભાજપ એડીચોટીનુ જોર લગાવી રહી છે.યુપીમાં પીએમ મોદીએ સૌથી વધારે 20 જાહેર સભાઓ કરવાનુ નક્કી કર્યુ છે. સૂત્રોના કહેવા પ્રમાણે પીએમ મોદીના ચૂંટણી પ્રવાસોમાં એવા મત વિસ્તારોનુ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે, જ્યાં પીએમ મોદી ક્યારેય અગાઉ ગયા નથી.આ સીવાય ગાઝિયાબાદ, કાનપુર, ઝાંસી, અલ્હાબાદ, મિર્જાપુર, ગોરખપુર અને અમેઠીમાં પણ પીએમ મોદી ચૂંટણી સભા સંબોધી શકે છે.

પાર્ટીના એક નેતાએ કહ્યુ હતુ કે ભાજપના ચૂંટણી અભિયાનનો મુખ્ય ચહેરો સ્વાભાવિક રીતે જ પીએમ મોદી છે.તેમની સભાઓ માટે એ વિસ્તારોને પસંદ કરાયા છે જેનો પ્રવાસ તેમણે ક્યારેય કર્યો નથી. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ 2014ની લોકસભા ચૂંટણી વખતે યુપીમાં 39000 કિલોમીટરનો ચૂંટણી પ્રવાસ કર્યો હતો.તેમણે ચૂંટણી પહેલા યુપીમાં 79 બેઠકો યોજી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments