ડી.વિલિયર્સની નિવૃતિ બાદ સાઉથ આફ્રિકાનો ક્રિકેટનો યુગ ખત્મ થઈ ગયો. આફ્રિકા પાસે એકથી એક ચડિયાતા ખેલાડી હતા. તેમની પાસે ડિ.વિલિયર્સ તો હમણાં જ આવ્યો. આ પહેલા ગ્રીમ સ્મિથ, જેક્સ કાલિસ, લાન્સ ક્રૂઝનર, ગેરી ક્રસ્ટન, મખાયા એન્ટીની, ડેલ સ્ટેન અને હર્ષલ ગીબ્સ. આજે હર્ષલ ગીબ્સનો જન્મદિવસ છે.
23 ફેબ્રુઆરી 1974માં તે જન્મ્યો. એક અજૂબો ક્રિકેટર. જે ધારે તો ચોગ્ગા છગ્ગાથી હિમાલય જેવડા સ્કોરને નાનો બનાવી દે. 2006માં વૉન્ડરર્સના મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે તેણે એક ધાક્કડ ઈનિંગ રમી હતી. 5 વનડે મેચની સિરીઝના છેલ્લા મેચમાં તો ઓસ્ટ્રેલિયાએ ઈતિહાસ રચી દીધો હતો. 434 રનનો પહાડ ખડો કરી દીધો હતો. પહેલી વાર ક્રિકેટની દુનિયામાં એવું થયું કે કોઈ ટીમે વનડેમાં 400 રનનો સ્કોર કર્યો હોય. વિરોધી ટીમ માટે આ કરવું મુશ્કેલ જ નહીં થાય જ નહીં તેવું સ્ટેડિયમમાં બેઠેલી ઓડિયન્સ માનવા લાગી હતી.
એક તબક્કે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સને પણ લાગવા માંડ્યું હતું કે મેચ હાથમાંથી નહીં જાય. રિકી પોન્ટીંગે એ મેચમાં 105 બોલમાં 164 રન ફટકારી દીધા હતા. એ બેટ્સમેન જેણે ભારતને વર્લ્ડ કપ જીતતા રોક્યો હતો. અને 140 રનની ધાક્કડ ઈનિંગ રમી નાખી હતી. એક ઈનિંગ પૂર્ણ થઈ અને મેદાનમાં આવ્યો હર્ષલ ગીબ્સ .
આફ્રિકા માટે તે ત્રીજા નંબર પર રમવા માટે આવ્યો હતો. થોડીવારમાં મેચનું રૂખ બદલવા લાગ્યું. મેચ સાઉથ આફ્રિકાના પલડામાં આવવા લાગ્યો. ગીબ્સે પોન્ટીંગને પણ પાડી દીધો. 111 બોલમાં 175 રન ફટકારી દીધા. લોકો જોતા રહ્યા. આકાશમાં આતીશબાજી થતી રહી. મેચ આફ્રિકા આરામથી જીતી ગઈ. જ્યારે ગલી ક્રિકેટનો ટાર્ગેટ હોય. ગીબ્સે 175 રનની ઈનિંગમાં 21 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. એ મેચ બાદ ગીબ્સે ઈન્ટરવ્યૂમાં કહેલું, ‘ગત્ત રાત્રે મેં દારૂ પીધો હતો. ચિક્કાર દારૂ પી આગલા દિવસની ઈનિંગ રમી નાખી.’ ફેન્સે પણ કહેલું, જો માણસ આગલી રાતે ચિક્કાર દારૂ પી રમી શકે તો દારૂ પીધા વિના કેવો ધમાકો કરી શકે ?
https://youtu.be/zkZ5rGzE1pE