એક જ ચાર્જરથી થશે હવે દરેક કંપનીઓના સ્માર્ટફોન ચાર્જ, યુરોપીયન યુનિયનમાં થઇ માંગ

0
18

જો તમે પણ એ લોકોમાંથી છો જેમને અલગ-અલગ મોબાઇલમાં જુદા-જુદા ચાર્જરની જરૂર પડે છે તો આ ખબર તમારા માટે છે. કારણકે સંભવ છે કે આવનાર દિવસમાં દરેક કંપનીઓના સ્માર્ટફોનને એક જ ચાર્જરથી ચાર્જ કરી શકશો. જોકે, યુરોપીયન યુનિયન સંસદમાં મોબાઇલ ફોન અને ટેબલેટમાં એક જેવા ચાર્જિંગ પોર્ટ આપવાની માંગ ઉઠી છે. યુરોપીયનના મેમ્બર્સે હાલમાં જ 13 જાન્યુઆરીએ આ સંબંધમાં એક બિલ યુરોપીયન સંસદમાં રાખ્યું છે જેમા દરેક ઇલેકટ્રોનિક અને ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગ કંપનીઓના મોબાઇલ અને ડિવાઇસમાં એક જ પ્રકારનું ચાર્જિંગ પોર્ટ આપવાની વાત કહેવામાં આવી છે.

યુરોપીયન સાંસદોવનું માનવું છે કે એક જ પ્રકારના ચાર્જર હોવા પર અનેક પ્રકારના ફાયદા થઇ શકે છે અને ઇલેક્ટ્રોનિક કચરામાં પણ ઘટાડો થઇ શકે છે. યુરોપીયન સાંસદો તરફથી કરવામાં આવેલા કોમન ચાર્જરની માંગ પર એપલનું કહેવું છે કે તેનાથી ઇનોવેશન ઘટવાની સંભાવના ઓછી થઇ જશે. સાથે જ એન્ડ્રોયડ અને આઇઓએસ બન્ને ડિવાઇસ માટે એક જ પ્રકારના ચાર્જિંગ પોર્ટ આપવા તેમના માટે એક મોટો પડકાર છે.

એક તરફ જ્યાં યુરોપિયન યુનિયન કહે છે કે એક પ્રકારના ચાર્જર હોવાથી ઇ-વેસ્ટમાં ઘટાડો થશે,જ્યારે એપલનું કહેવું છે કે તેનાથી ઇ-વેસ્ટ અચાનકથી વધી જશે. કારણકે કંપની હાલમાં આશરે એક અરબથી વધારે ડિવાઇસને લાઇટનિંગ કનેક્ટર સાથે મેન્યુફેકચર કરાવ્યું છે. જણાવી દઇએ કે એપલને છોડીને તમામ મોબાઇલ કંપનીઓ હવે તેમની ડિવાઇસમાં Type C ચાર્જિંગ પોર્ટ આપવા લાગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here