એક ટ્રેન મોડી પડવાથી બીજી ચૂકી જવાશે તો ટિકિટના પૂરા પૈસા પરત

0
69

વડોદરા: રેલવેમાં મુસાફરી કરનાર મુસાફરોને હવે ટ્રેન મોડી પડવાના કારણે ટ્રેન ચૂકી જવાની મુશ્કેલીમાંથી રાહત આપવામાં આવી છે. જો મુસાફરે અન્ય ટ્રેનમાં જવું હોય તો તે ટિકિટ પર મુસાફરી કરી શકશે. અથવા ચુ કાઈ ગયેલી ટ્રેનની ટિકિટના પૂરા પૈસા પરત મેળવી શકશે. કોઇ કેન્સલેશન ચાર્જ નહીં કપાય.

હવેથી કોઇ કેન્સલેશન ચાર્જ નહીં કપાય
ટ્રેન મોડી પડવી એ ભારતીય રેલવે માટે સામાન્ય વાત હતી. આંદોલન , બ્લોક, અથવા ટેક્નિકલ કારણોથી ટ્રેન મોડી પડે છે. રેલવે દ્વારા ટ્રેન એક મિનિટ પણ મોડી પડે તો જે તે સેક્શનના અધિકારીનો જવાબ લેવાય છે. પેસેન્જર એમિનિટી માટે ખાસ ધ્યાન અપાઇ રહ્યું છે. ત્યારે આથી એક ડગલું આગળ વધી રેલવે હવે ટિકિટના પૈસા પૂરા પરત કરશે.
અન્ય ટ્રેનમાં મુસાફરીનો પણ વિકલ્પ મળશે
તાજેતરમાં રાજસ્થાનના આંદોલનના પગલે ટ્રેન ડાઇવર્ટ કરાતાં કલાકો ટ્રેન મોડી પડતી હતી. આ સંજોગોમાં આગળની મુસાફરી માટે જો ટ્રેનમાં કન્ફોર્મ ટિકિટ હોય અને ટ્રેન ચૂકી ગયા હોય તો રેલવે તે અંગે રિફંડ આપશે અથવા એ જ ડેસ્ટિનેશનની અન્ય ટ્રેન હશે તો તેમાં મુસાફરી કરી શકાશે. હાલ ટ્રેન છૂટવાના 24 કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરાવીએ તો 50 ટકા ચાર્જ લાગે છે. જ્યારે ત્યાર બાદ કોઇ રિફંડ મળતું નથી. રેલવે દ્વારા મુસાફરની ટિકિટના બંને મુસાફરીના પીએનઆર નંબર લિંક કરાશે. જેથી લિંક ટ્રેન હતી તે જાણી શકાય .
સ્પષ્ટતા જરૂરી છે, જે અંગે રજૂઆત થશે
અન્ય ટ્રેનમાં મુસાફરી કરવા માટે તે ટ્રેનમાં સીટ મળશે નહીં. તો તે અંગે રેલવે  શું ઉકેલ લાવશે  તે અંગે સ્પષ્ટતા કરવી જોઇએ. તેમજ તત્કાલ ટિકિટ બુક કરાવવી હોય તેવા સંજોગોમાં રિફંડ કેટલું મળશે તે પણ જણાવવું જોઇએ . હું વેસ્ટર્ન રેલવેના જી.એમ.ને આ અંગે રજૂઆત કરીશ. – રાકેશ શાહ, ઝેડઆરયુસીસી સભ્ય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here