Saturday, September 25, 2021
Homeએક સમયે ભાજપ સામે લાલ આંખ કરનારી શિવસેનાએ કહ્યું, ‘મોદી ફરી પીએમ...
Array

એક સમયે ભાજપ સામે લાલ આંખ કરનારી શિવસેનાએ કહ્યું, ‘મોદી ફરી પીએમ બનવા જઈ રહ્યા છે’

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સામાને આપેલા એક ઈન્ટરવ્યુમાં રામ મંદિરનો મુદો ઉઠાવ્યો. તેમણે કહ્યુ કે, અયોધ્યામાં ભગવાન રામના મંદિરનુ કામ આગળ વધારવામાં નહીં આવે તો હું ફરીવાર અયોધ્યાની મુલાકાતે જઈશ. આ પહેલા ઉદ્ધવ અનેકવાર તેઓ રામ મંદિરનો મુદો ઉઠાવી ચુક્યા છે.

નવેમ્બર, 2018માં ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યાની મુલાકાત કરી હતી. જ્યા તેમણે ભગવાન રામના દર્શન કર્યા હતા. તેમણે અયોધ્યાની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે, હું ઉંઘી રહેલા કુંભકર્ણને જગાડવા આવ્યો છું. આ ઉપરાંત ઉદ્ધવે ઈન્ટરવ્યુમાં પીએમ મોદીનો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતુ કે, પીએમ મોદી વધુ એક કાર્યકાળ માટે પીએમ બનવા જઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments