એગ્રીકલ્ચર જાયન્ટ કંપની મોન્સેંટોને રૂ.145 અબજનો દંડ, જાણો ગુજરાત કનેક્શન

0
58

અમેરિકાની મોન્સેંટો કંપની હાનિકારક દવાઓ માટે ભારે કુખ્યાત છે અને ભારત અને ગુજરાતમાં પણ આ મોન્સેંટો કંપનીની દવાઓ અને બિયારણનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં પણ કંપની દ્વારા ખેડૂતોનું શોષણ થયાંનો અનેક વાર આરોપ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં ગુજરાતનાં ખેડૂતો મેન્સેંટો કંપની સામે આંદોલન પણ કરી ચૂક્યાં છે.

અમેરિકાની મોટી એગ્રીકલ્ચર જાયન્ટ કંપની મોન્સેંટોને રૂ.145 અબજનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમેરિકાની કેલિફોર્નિયા સ્ટેટની અદાલતે કંપની મોન્સેંટોને નિંદામણ નાશક દવાથી કેન્સર થતું હોવાનું છુપાવવા રૂ.145 અબજનો બદલ દંડ ફટકાર્યો છે. અમેરિકામાં નિંદામણની દવાથી અલ્વા અને અલ્બર્ટા પિલિયોડ નામનાં દંપતીને લોહીનું કેન્સર થયું હતું. જેને લઇને ઓકલેન્ડનાં કેલિફોર્નિયાની સ્ટેટ કોર્ટે બંને વ્યક્તિને 1-1 અબજ ડોલર ચૂકવવાનો આદેશ કર્યો છે.

અમેરિકાની મોન્સેંટો કંપની હાનિકારક દવાઓ માટે ભારે કુખ્યાત છે અને ભારત અને ગુજરાતમાં પણ આ મોન્સેંટો કંપનીની દવાઓ અને બિયારણનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં પણ કંપની દ્વારા ખેડૂતોનું શોષણ થયાંનો અનેક વાર આરોપ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં ગુજરાતનાં ખેડૂતો મેન્સેંટો કંપની સામે આંદોલન પણ કરી ચૂક્યાં છે.

ખેડૂતનાં પરંપરાગત બિયારણ પર હક જમાવવાને લઇને પણ કંપની પર આરોપ છે. જો કે કોઇ કાર્યવાહી કરવામાં ન હોતી આવતી. તો બીટી કોટન અને બીટી રિંગણને કારણે પણ અમેરિકાની મોન્સેંટો કંપની કુખ્યાત છે.

તમને વધુમાં જણાવી દઇએ કે ગુજરાતમાં પણ મોન્સેંટોની દવા અને બિયારણનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં 30થી વધારે દવાઓ મોન્સેંટો કંપની વેચી રહી છે. ગુજરાતમાં 40થી વધારે પાકનાં બિયારણનું પણ મોન્સેંટો ઉત્પાદન કરે છે. ગુજરાતમાં પણ કંપની દ્વારા ખેડૂતોનું શોષણ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મોન્સેંટોની દવાને લઇ ગુજરાતમાં પણ અગાઉ અનેક ઘણાં પ્રશ્નો ઉભા થયાં છે.

દવાની ગુણવત્તા અને ઝેરની માત્રાને લઇ કૃષિ સંસ્થાઓએ તેની સામે વાંધો પણ ઉઠાવ્યો છે. BT કોટન અને BT રિંગણને કારણે પણ મોન્સેંટો ઘણી વાર વિવાદનું કેન્દ્ર રહી ચૂકી છે. ભૂતકાળમાં ગુજરાતનાં ખેડૂતો મોન્સેંટો સામે અનેક વાર આંદોલન કરી ચુક્યા છે. જેમાં ખેડૂતનાં પરંપરાગત બિયારણ પર હક જમાવવાને લઇને પણ કંપની પર આરોપ છે.

મોન્સેંટો પર માલિકીનો હક રાખનારી જર્મન કંપની બાયરે કહ્યું કે, તેઓ આ ચુકાદાથી નારાજ છે. તેઓ આ નિર્ણય વિરૂદ્ધ અરજી કરશે. બાયરનાં અનુસાર આ નિર્ણય નિંદામણ નાશક દવાનાં સંબંધમાં અમેરિકી પર્યાવરણ સુરક્ષા એજન્સીની હાલની સમીક્ષાથી વિપરીત છે. આવું ન હોતું થવું જોઇતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here