એટલી હદે હિંસા ભડકી, અફવા એવી ઉઠી કે… આખી 100 ઝૂંપડીઓ બળીને રાખ થઈ ગઈ

0
14

ઉત્તર પ્રદેશના મેરઠ સદર વિસ્તારની આ એ જગ્યા છે જ્યાં ક્યારેક વસ્તી રહેતી હતી પરંતુ હવે અહીં ફક્ત રાખ છે, ધુમાડો અને સળગેલો સામાન પડ્યો છે. ખૂબ મહેનત મજૂરી કરીને જે ઘર ઉભુ ક્યું હતું તે હવે રાખ બની ગયું છે. એક અફવાએ એવું કરી નાખ્યું જેની કોઈએ કલ્પના પણ ન હતી કરી.

હકીકતે મેરઠ કેન્ટના થાના સદર વિસ્તારની મલિન વસ્તીમાં કેન્ટ બોર્ડની ટીમ પોલીસ સાથે ગેરકાનૂની બાંધકામ હટાવવા ગઈ હતી ત્યાંરે જ એ વાત ફેલાઈ ગઈ કે બોર્ડ અને પોલીસની ટીન ગેરકાનૂની વસુલાત કરવા પહોંચી છે.

ત્યાર બાદ ઝુપડપટ્ટીના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. વાત એટલી વધી ગઈ કે લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. જ્યાર બાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. વિસ્તારના લોકોનો એ પણ આરોપ છે કે પોલીસની ટીમે જ વિસ્તારમાં આગ લગાવી છે.

ઝૂંપડીઓમાં રહેલા ગેસ સિલિન્ડરોએ આગમાં ઘીનું કામ કર્યુ અને જોત જોતામાં લગભગ 100 જેટલી ઝૂંપડીઓ રોખમાં મળી ગઈ. આગ પર કાબુ મેળવવા માટે આજુ બાજુના જિલ્લામાંથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી. કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો પરંતુ ત્યાર સુધી ખૂબ મોડું થઈ ચુક્યું હતું.

એક ધાર્મિક સ્થળ સહિત ધણી ઝૂંપડીઓ આગની લપેટમાં આવી ગઈ. ગુસ્સામાં આવેલી ભીડ રસ્તા પર પહોંચી ગઈ અને રસ્તાઓને જામ કરી દીધા. ભીડે ઘણા વાહનોને પોતાનો નિશાનો બનાવ્યા. મામલાની ગંભીરતા જોઈને આજુ બાજુના વિસ્તારમાંથી પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી. ઘટના સ્થળ પર એનડીઆરએફની ટીમ પણ પોંહચી.

આ બાબલમાં પોલીસ સહિત ઘણા સ્થાનિક લોકોને પણ ઈજા પહોંચી. આરોપ છે કે પોલીસના હથિયાર અને વાયર લેસને પણ ભીડે લઈ લીધા. મામલાની તપાસ થઈ રહી છે કે આગ કોણે અને કઈ રીતે લગાવી. પરંતુ મામલો વધારે ન વકરે માટે તે વિસ્તારની ઈન્ટરનેટ સેવા થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી.

જે ગેરકાયદેસર નિર્માણ મકાનોને તોડવા માટે આટલો માટો હંગામો થયો તે જેમનું તેમ છે પરંતું આસપાસની બધી જ ઝૂંપડપટ્ટી બળીને રાખ થઈ ગઈ છે. હાલમાં પોલીસ ધણા લોકોની ધરપકડ કરીને તેમની પુછપરછ કરી રહી છે.