એડયુનોવા શિક્ષણ સંકુલ સામે NSUI નો દેખાવો, પોલીસ એ કાર્યકરોની કરી અટકાયત

0
25

અમદાવાદની ખાનગી શાળાઓમાં ફી વધારાના મુદ્દે અનેકવાર દેખાવો થતા હોય છે તેવામાં NSUI દ્વારા રમતનું મેદાન, પ્રાથમિક સુવિધાનો અભાવ અને ફી વધારા મુદ્દે એડ્યુનોવા શૈક્ષણિક સંકુલ સામે દેખાવો કરવામાં આવ્યો હતો. NSUI ના કાર્યકરોએ શૈક્ષણિક સંકુલ સામે ભીક્ષા માગી વિરોધ પ્રગટ કર્યો હતો. તેથી કાર્યકરોને રોકવા માટે શાળા સંચાલકો દ્વારા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે NSUI ના કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

તે ઉપરાંત શાળાના સ્ટાફની પણ ગેરવર્તણુક સામે આવી હતી. શાળાના સ્ટાફ દ્વારા NSUI ના કાર્યકરો તેમજ મીડિયાકર્મીઓ સાથે પણ ગેરવર્તણુંક કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આવી અનેક ખાનગી શાળાઓની ઇજારાશાહી સામે કાર્યકરોના દેખાવા છતાં સરકારી તંત્ર તેની સામે કડક કાર્યવાહી લેવામાં આંખ આડા કાન કરી રહ્યું છે અને સાથોસાથ આ શાળાઓ પ્રત્યે તંત્રનું નરમ વલણ પણ ખાસ કરીને વિદ્યાર્થીઓના માતાપિતા માટે ચિંતાનો વિષય બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here