એડિલેડમાં 47 ડિગ્રી ગરમી, 80 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, તાસ્માનિયા અને વિક્ટોરિયા પ્રાંતનાં જંગલોમાં 66 જગ્યાએ આગ લાગી

0
34

એડિલેડઃ ઓસ્ટ્રેલિયામાં ગરમી અને લૂથી પરિસ્થિતિ બેહાલ છે. અહીં ગરમી વધવાનું કારણ ચોમાસામાં થઈ રહેલો વિલંબ છે. એડિલેડમાં તો ગરમી 47 ડિગ્રીની નજીક પહોંચી ગઈ છે. શુક્રવારે ત્યાં 46.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આ 80 વર્ષ પછીની સૌથી વધુ ગરમી છે. આ પહેલા 1939માં પારો 46.1 રહ્યો હતો. મેલબોર્નમાં 42.8 ડિગ્રી ગરમી નોંધાઈ. જે 5 વર્ષની સૌથી વધુ છે. વિક્ટોરિયા અને તાસ્માનિયામાં ગરમીથી જંગલોમાં 66 સ્થળોએ આગ લાગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here