એન્જિનમાંથી તણખા નીકળતા સિંગાપોર જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, તમામ 170 યાત્રિકો સુરક્ષિત

0
23

ચેન્નાઈ: તિરુચિરાપલ્લીથી સિંગાપોર જતી એક ફ્લાઈટનું ચેન્નાઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ફ્લાઈટમાં 170 યાત્રીઓ હતા, જે દરેક સુરક્ષીત છે. ફ્લાઈટે સોમવારે સવારે તિરુચિરાપલ્લીથી ઉડાન ભરી હતી. તેની થોડી વાર પછી પ્લેનના એન્જિનમાંથી તણખા નીકળવા લાગ્યા હતા. જેને પાયલટે જોયા હતા. ચેન્નાઈ એરપોર્ટ ઓથોરિટી સાથે સંપર્ક કર્યા પછી પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વિમાન એરપોર્ટ પર સુરક્ષીત લેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન કોઈ ઘાયલ નથી થયું. દરેક 170 યાત્રીઓને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, ટેક્નીશિયન વિમાનમાં આવેલી ખામીનું કારણ શોધી રહ્યા છે. લેન્ડિંગ દરમિયાન ચેન્નાઈ એરપોર્ટ પર ફાયર બ્રિગેડને પણ તૈયાર રાખવામાં આવી હતી.

જામનગર વાયુસેના સ્ટેશન ઉપર પણ વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ: દિલ્હીથી મસ્કત જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ-973માં અચાનક એક યાત્રીને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારપછી રવિવારે મોડી રાત્રે વિમાનનું જામનગરમાં આવેલા ભારતીય વાયુસેના સ્ટેશન પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. યાત્રીને તુરંત ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. વાયુસેનાના એક ડોક્ટર પણ તેમની સાથે હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here