એન્ટાર્કટિકામાં -50 ડિગ્રી વચ્ચે 1 વર્ષ રહી મહેસાણાનો યુવાન મોહન દેસાઇ પોલારમેન બન્યો

0
45

મહેસાણા: દુનિયાના સૌથી ઠંડા પ્રદેશ એન્ટાર્કટિકામાં આવેલા ભારતના મૈત્રી અને ભારતીય સ્ટેશનમાં માઇનસ 50 ડિગ્રીમાં ભારતના સાયન્ટિસ્ટો, પ્રોફેસરો સંશોધન કાર્ય કરી રહ્યા છે. 100 કિમીની ઝડપે ફૂંકાતા બર્ફીલા પવનો વચ્ચે સંશોધન કાર્યમાં સમાવિષ્ટ મહેસાણાનો યુવાન મોહન દેસાઇ શિપિંગ લોડિંગ કાર્ય કરનાર ઉત્તર ગુજરાતનો પ્રથમ પોલારમેન બન્યો છે.

મોહનભાઇ જોધાભાઇ દેસાઇને એન્ટાર્કટિકા જવાનો મોકો મળ્યો

ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન વિભાગના રાષ્ટ્રીય એન્ટાર્કટિકા અને સમુદ્રી અનુસંધાન કેન્દ્ર ગોવામાં ટેકનિકલ ફાયન્ટિફીક વિંગમાં ફરજ બનાવતા મહેસાણાના પાર્શ્વનાથ સોસાયટીમાં રહેતા મોહનભાઇ જોધાભાઇ દેસાઇને એન્ટાર્કટિકા જવાનો મોકો મળ્યો છે.

બદરીનાથમાં માઉન્ટેનિંગ તાલીમ પછી દિલ્હી એઇમ્સમાં મેડિકલ, માનસિક ટેસ્ટ બાદ સાઉથ આફ્રિકાના કેપટાઉન પહોંચી ચાર દિવસના રોકાણ પછી ત્યાંથી 3000 કિમી દૂર 24 સદસ્યોની સ્પેશિયલ ફ્લાઇટથી 6 કલાકની સફર બાદ ત્યાં બરફ ઉપર બનાવેલા રનવે ઉપર ઉતરાણ કરાય છે. અહીં છ મહિનાની રાત અને 6 મહિનાના દિવસમાં એક વર્ષ સંશોધન કાર્યમાં વિતાવી મોહન દેસાઇએ પોલારમેનનું સર્ટિફિકેટ હાંસલ કર્યું છે.

મૈત્રી સ્ટેશનમાં બે વર્ષનો ખોરાક, 6 જનરેટરથી તાપમાન કંટ્રોલ થાય છે
મોહન દેસાઇએ એન્ટાર્કટિકાની રોચક અને કપરી સફર અંગે કહ્યું કે, ત્યાં ભારતના મૈત્રી સ્ટેશનમાં બે વર્ષનો ખોરાક સ્ટોર રખાય છે, માઇનસ 50 ડિગ્રીમાં ત્યાં માનવ વસતી નથી. બરફ તૂટવાનો સતત ભય રહે છે. કેપટાઉનથી દક્ષિણ ધ્રુવમાં ઇંધણ આવે તેનાથી 6 જનરેટર એકટીવ રાખી ટેમ્પરેચર મેન્ટેઇન રખાય છે.
બરફમાં ખનીજ તેલનું રિસર્ચ કરાય છે
એન્ટ્રાર્કટિકામાં ભારતીય અભિયાન દળની ટીમમાં હવામાન, શિપિંગ, મેડિકલ, ઇસરો, ફૌજ વગેરે વિંગના સાયન્ટિફીક 24 સદસ્યોની ટીમે બરફમાં ડ્રિલીંગ કરી ખનીજનો જથ્થો ક્યાં છે, ઉંડાઇમાં બરફ કેટલો જૂનો છે તેના સેમ્પલ ત્યાંના તાપમાનમાં જાળવી રાખી ગોવાની લેબમાં લાવી સંશોધનકાર્ય કરાય છે. ટેકનિકલ વિંગના મોહન દેસાઇએ શિપિંગ કન્ટેનરને લોડિંગ, અનલોડિંગની જવાબદારી નિભાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here