Saturday, April 20, 2024
Homeએપલના CEO કુકને ગયા વર્ષે રેકોર્ડ 84 કરોડનું બોનસ મળ્યું, કુલ કમાણી...
Array

એપલના CEO કુકને ગયા વર્ષે રેકોર્ડ 84 કરોડનું બોનસ મળ્યું, કુલ કમાણી રૂ. 957 કરોડ

- Advertisement -

કેલિફોર્નિયા: આઈફોન કંપની એપલના સીઈઓ ટિમ કુકને 2018માં રૂ. 84 કરોડનું બોનસ મળ્યું હતું. આ અત્યાર સુધીનું સૌથી વધારે છે. એપલે મંગળવારે રેગ્યુલેટરી ફાઈલિંગમાં બોનસની રકમ વિશે જાણકારી આપી હતી.

29 સપ્ટેમ્બર 2018ના રોજ પૂરા થતાં વર્ષમાં કુકને વેતન તરીકે રૂ. 21 કરોડ મળ્યા હતા. તે સાથે જ રૂ. 847 કરોડની કિંમતના શેર મળ્યા હતા. અન્ય ભથ્થા તરીકે રૂ. 4.77 કરોડ મળ્યા હતા. આ રીતે તેમની કુલ કમાણી 956.77 કરોડ થઈ હતી.

કંપનીની રેવન્યૂ અને ઓપરેટિંગ ઈનરમ ટાર્ગેટના આધાર પર બોનસની રકમ નક્કી કરવામાં આવે છે. ગયા નાણાકીય વર્ષમાં એપલની રેવન્યૂમાં 16 ટકાનો વધારો થયો હતો. એપલનું નાણાકીય વર્શ 29 સપ્ટેમ્બરે પુરૂ થાય છે અને 30 સપ્ટેમ્બરથી નવા વર્ષની શરૂઆત થાય છે.

ગયા વર્ષે કુકને એપલના 5.60 લાખ શેર મળ્યા
  • કુકની કમાણીનો મોટો હિસ્સો એપલના શેરમાંથી આવે છે. તેમને વાર્ષિક ઈન્ક્રિમેન્ટ તરીકે શેર મળે છે. તેની સંખ્યા એનએન્ડપી-500ની કંપનીઓની સરખામણીએ એપલના શેરના પર્ફોમન્સના આધાર પર નક્કી કરવામાં આવે છે.
  • ગયા વર્ષે ઓગસ્ટમાં કુકને 5.60 લાખ શેર મળ્યા હતા. કારણકે એપલના શેરનું પ્રદર્શન એસએન્ડપી-500ની બે તૃતિયાંશ કંપનીઓ કરતાં સારુ રહ્યું હતું. ગયા નાણાકીય વર્ષમાં એપલે શેરમાં રોકાણકારોને 49% રિટર્ન આપ્યું હતું.
  • એપલના 4 અન્ય અધિકારીઓને 28 કરોડ રૂપિયા બોનસ મળ્યું હતું. તેમાંથી પ્રત્યેકને સેલરી અને શેર સહિત કુલ 185.5 કરોડની રકમ મળી હતી.
  • એપલે ગયા બુધવારે જાહેરાત કરી હતી કે તે ઓક્ટોબર-ડિસેમ્બર 2018 ત્રિમાસીક માટે રેવન્યુન અંદાજ 5.5 ટકા ઘટાડી રહ્યા છે. અંદાજે 20 વર્ષમાં પહેલીવાર આવું બન્યું છે. આઈફોનનું વેચાણ અપેક્ષા પ્રમાણેનું રહ્યું ન હોવાથી કંપનીએ રેવન્યૂ ગાઈડન્સમાં ઘટાડો કર્યો હતો.
  • 5.ગાઈડન્સમાં કમીના કારણે એપલના શેરમાં ગયા ગુરુવારે 10 ટકાનો ઘટાડો આવ્યો હતો. આ ઘટાડાથી કંપનીની માર્કેટ કેપ એક જદિવસમાં રૂ. 5 લાખ કરોડ ઘટી ગઈ હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular