Tuesday, September 21, 2021
Homeએપલે અનેક નવી સર્વિસની જાહેરાત કરી, ફોનમાં સાઈન અપ કરતાં જ મળશે...
Array

એપલે અનેક નવી સર્વિસની જાહેરાત કરી, ફોનમાં સાઈન અપ કરતાં જ મળશે ક્રેડિટ કાર્ડ

ગેજેટ ડેસ્ક. અમેરિકાની દિગ્ગજ કંપની એપલે શો ટાઈમ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. સ્ટીવ જોબ્સ થિએટરમાં યોજાયેલી ઈવેન્ટમાં કંપનીએ તેની કેટલીક પ્રોડક્ટને લોન્ચ કરી છે. એપલના સીઈઓ ટીમ કૂકે જાહેરાત કરીને Apple News Plus, Apple Card, Apple TV App અને Apple Arcadeને માર્કેટમાં મુકી છે. જિડિટલ મેગેઝિન સર્વિસ નાં ભાગરૂપે Apple News Plus અને Apple TV App ને લાવીને તેના ઉપર કંપનીએ વધુ ભાર મૂક્યો છે.

ટીમ કૂક દ્વારા જાહેર કરાયેલી નવી સર્વિસ
Apple TV+

એપલનાં સીઈઓ ટીમ કૂકે Apple TV Plusને પ્રસ્તુત કરી છે. આ સર્વિસમાં એપલનાં ઓરિજિનલ કોન્ટેન્ટ જેમાં ફિલ્મ અને સીરિઝ જોવા મળશે. જેના માટે કંપનીએ હોલિવૂડની ફિલ્મોના લિજેન્ડરી ફિલ્મમેકર સ્ટીવન સ્પીલબર્ગ સાથે પાર્ટનરશીપ કરી છે. આ ઈવેન્ટમાં Steven Spielberg પણ ઉપસ્થિત હતા અને પોતાનો અનુભવ પણ તેમણે આ તબક્કે શેર કર્યો હતો.

આ ઈવેન્ટમાં ઓપ્રા વિન્ફ્રેએ પણ હાજરી આપી હતી. અને તમના ટીવી શો પણ એપલ ટીવી પ્લસમાં જોવા મળશે તેવું જણાવ્યું હતું. પાકિસ્તાની એક્ટર પણ એપલ ઈવેન્ટમાં સ્ટેજ ઉપર આવ્યા હતા. જેણે મજાકમાં કહ્યું હતું કે, અહીં પાકિસ્તાન પણ છે.

આ ઈવેન્ટમાં સ્ટેજ ઉપર હાજર એક્વામેનનાં સ્ટાર અને ગેમ ઓફ થ્રોન્સમાં ખાલ ડ્રોગોનો રોલ પ્લે કરનારા Jason Momoa પણ હાજર હતા. એક પછી એક એમ કરતાં હોલિવૂડનાં સ્ટાર્સ સ્ટેજ ઉપર આવ્યા હતા. જેમની સાથે એપલ ટીવી પ્લસે પાર્ટનરશીપ કરી છે. હવે યૂઝર્સ એપલનાં કોન્ટન્ટ ડાઉનલોડ કરી શકશે. આ સેવા હાલ વિશ્વનાં 100 દેશોમાં લાગુ કરવામાં આવી છે.

એપલ ક્રેડિટ કાર્ડ

ટીમ કૂકે એક નવી સર્વિસ શરુ કરવાની જાહેરાત કરી છે. જેને એપલ કાર્ડ તરીકે ઓળખવામાં આવશે. આઈફોનમાં સાઈન અપ કરતાની સાથે જ યૂઝર પાસે એપલ કાર્ડ આવી જશે અને તેનો વિશ્વભરમાં ઉપયોગ કરી શકાશે. તેના માટે યૂઝરે કોઈ બેન્કમાં જવાની જરૂર નથી. એપલ કાર્ડમાં યૂઝરનાં તમામ ખર્ચના લેખાં-જોખાં હશે. સપોર્ટ માટે યૂઝરે માત્ર મેસેજ કરવાનો રહેશે જેના થકી તમામ સપોર્ટ મળી જશે.

ટ્રાન્ઝેક્શન હિસ્ટરીને સારી રીતે શો કરવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ કેટેગરી આપવામાં આવી છે. તમામ કેટેગરીમાં યૂઝરનાં તમામ ખર્ચ ગ્રાફનાં માધ્યમથી જોઈ શકાશે. આ એપનો ઉપયોગ કરવા ઉપર રિવોર્ડ પોઈન્ટ પણ મળશે. દરેક વખતે તેના ઉપયોગ કરવા પર કેશબેક પણ મળશે. જેને કંપનીએ ડેઈલી કેશ એવું નામ આપ્યું છે. કંપનીના કહેવા પ્રમાણે આ કાર્ડને કોઈપણ શોપિંગ સ્ટોર અને કોફી સ્ટોરમાં યૂઝ કરી શકાશે.

એપલ ટીવી એપ

એપલે તેની નવી ટીવી એપ લોન્ચ કરી છે. ઓન ડિમાન્ડ ટીવી ચેનલ્સનો પણ તેમાં ઓપ્શન મળી રહેશે. એચબીઓ અને ઘણી બધી સ્ટ્રીમિંગ એપનો પણ સપોર્ટ મળી રહેશે. જેમાં એમેઝોન પ્રાઈમ વીડિયોનો પણ સપોર્ટ મળી રહેશે. અહીં વન સ્ટોપ શોની માફક જ ઓનલાઈન સ્ટ્રિમિંગ એપ મળશે જેને યૂઝર ઈન્ટરફેસમાં પણ પરિવર્તિત કરી શકશે.

એપલ ન્યૂઝ પ્લસ

એપલ ન્યૂઝ પ્લસમાં મેગેઝીનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દુનિયાભરનાં 300 મેગેઝિન તેમાં સરળતાથી વાંચી શકાશે. મેગેઝિનમાં સ્પોર્ટસ, ફેશન, ફૂડ, ટ્રાવેલ અને અન્ય ઘણી કેટેગરીનાં મેગેઝિન તેમાં વાંચવા મળશે. જોકે તેના માટે સબસ્ક્રિપ્શન લેવું પડશે. જેના માટે નાણા ચૂકવવા પડશે. અહીં મહત્વનું એ છે કે તમામ મેગેઝીનને એપલ માટે ખાસ ડિઝાઈન કરવામાં આવશે. જેને આકર્ષક બનાવવા માટે ખાસ પ્રયત્ન કરવામાં આવશે. તેના માટે ગ્રાફિક્સ ડિઝાઈન ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે.

એપલ આર્કેડ

એપલનું આ ગેમિંગ સબસ્ક્રિપ્શન છે. જેમાં અલગ અલગ પ્રકારની ગેમ ઉપલબ્ધ થશે. એપલનાં લેપટોપ અને કમ્પ્યૂટર સહિત આઈફોનમાં તેનો ઉપયોગ કરી શકાશે. આ સર્વિસ પણ સબસ્ક્રિપ્શન બેઝ્ડ હશે. જે યૂઝરને એપસ્ટોરમાંથી મળી રહેશે. જેના માટે એપસ્ટોરમાં ખાસ કેટેગરી બનાવવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments