Monday, September 27, 2021
Homeએપલે ભારતમાં આઈફોન-૭નું મેન્યુફેક્ચરિંગ કર્યું શરૂ
Array

એપલે ભારતમાં આઈફોન-૭નું મેન્યુફેક્ચરિંગ કર્યું શરૂ

એપલે ભારતમાં આઇફોન-૭ મોડલનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરી દીધું છે. આ અગાઉ કંપની દેશમાં આઇફોન-એસઇ અને આઇફોન-૬ એસ બનાવી રહી હતી. એપલે હવે પોતાના મેડ ઇન ઇન્ડિયા પોર્ટફોલિયોને વિસ્તારવાની સાથે દેશને એક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રાખવાનો સંકેત આપ્યો છે. એપલે એક એક્સક્લુઝિવ મેલમાં જણાવ્યું છે કે અમને અમારા લોકલ કસ્ટમર્સ માટે આઇફોન-૭નું પ્રોડક્શન કરવા પર ગર્વ છે.

તાઇવાનની કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરર્સ વિસ્ટ્રોન બેંગલુરુના બહારના વિસ્તારમાં આવેલ પ્લાન્ટમાં આઇફોન એસઇ અને આઇફોન-૬ એસનું ઉત્પાદન થાય છે અને હવે આ જ સ્થળે આઇફોન-૭નું પણ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આઇફોન-૭ના ભાવમાં ઘટાડો થવાની સંભાવના નથી.

તેમનું કહેવું છે કે કંપની આ ડિવાઇસીસના મેન્યુફેક્ચરિંગથી મળનાર માર્જિનનો ઉપયોગ સેલ્સ અને માર્કેટિંગ પાછળ કરશે. હેન્ડસેટ મેકર્સને સ્થાનિક ઉત્પાદન પર મળતી ડ્યૂટીમાં રાહતના કારણે ભારતમાં આઇફોન-૭ બનાવવાનો ખર્ચો ઓછો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments