Tuesday, September 21, 2021
Homeએપ્રિલમાં જીએસટીથી સરકારને 1.13 લાખ કરોડ રૂપિયા મળ્યા, સતત બીજા મહિને રેકોર્ડ...
Array

એપ્રિલમાં જીએસટીથી સરકારને 1.13 લાખ કરોડ રૂપિયા મળ્યા, સતત બીજા મહિને રેકોર્ડ કલેકશન

નવી દિલ્હીઃ એપ્રિલમાં સરકારને ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ(જીએસટી)થી 1.13 લાખ કરોડ રૂપિયા મળ્યા છે. તે અત્યાર સુધીનું સૌથી વધુ કલેકશન છે. અગાઉનો રેકોર્ડ આ વર્ષના માર્ચ મહીનાનો છે. ત્યારે જીએસટીમાંથી 1.06 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા. જુલાઈ 2017માં જીએસટી લાગુ થયો હતો.

એપ્રિલમાં જીએસટી કલેક્શન

ટેક્સ કલેક્શન( કરોડ રૂપિયા)
સીજીએસટી 21,163
એસજીએસટી 28,801
આઈજીએસટી 54,733
સેસ 9,168
કુલ 1,13,865

એક વર્ષમાં 10% વધ્યું કલેકશન: ગત વર્ષે એપ્રિલમાં 1,03,459 કરોડ રૂપિયાનું કલેકશન થયું હતું. પ્રથમ વાર આ આંકડો 1 લાખની ઉપર પહોંચ્યો હતો. એપ્રિલ 2018ની સરખામણીમાં આ વર્ષે એપ્રિલમાં કલેકશન 10.05% વધ્યું છે. અત્યાર સુધી 5 વાર જીએસટી કલેક્શનનો આંકડો 1 લાખ કરોડ રૂપિયા કે તેની ઉપર પહોંચ્યો છે.

1 લાખ કરોડ રૂપિયાનું કલેકશન કયારે-કયારે થયું

મહીના જીએસટી કલેક્શન(રૂપિયા કરોડ)
એપ્રિલ 2018 1.03 લાખ
ઓક્ટોબર 2018 1 લાખ
જાન્યુઆરી 2019 1.02 લાખ
જાન્યુઆરી 2019 1.06 લાખ
જાન્યુઆરી 2019 1.13 લાખ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments