એપ્રિલ માં આ ખાસ શહેર માં સલમાન ‘દબંગ-3’નું શૂટિંગ શરૂ કરશે

0
35

બોલિવૂડ ડેસ્કઃ ભાઈજાનના ફેન્સ માટે એક ગુડ ન્યુઝ છે. દબંગ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ ‘દબંગ-3’ આવતા મહિને ફ્લોર પર જઈ રહી છે. 2010માં આવેલી ‘દબંગ’ ફિલ્મે બોક્સઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. ત્યારબાદ 2 વર્ષ પછી ‘દબંગ-2’ની કમાણી પણ શાનદાર રહી હતી. હવે સાત વર્ષ પછી આ ફિલ્મનો ત્રીજો પાર્ટ આવી રહ્યો છે. આ ફિલ્મ એપ્રિલમાં ફ્લોર પર જશે અને સલમાન ખાન આપણને ફરી એકવાર ચુલબુલ પાંડેના અવતારમાં સિલ્વરસ્ક્રીન પર જોવા મળશે.

આ શહેરમાં શરૂ થશે શૂટિંગ

સલમાન ‘દબંગ-3’નું શૂટિંગ એક ખાસ શહેરમાં શરૂ કરવા જઈ રહ્યા છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ‘દબંગ-3’નું પહેલું શિડ્યુલ મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં શરૂ થશે. આ શહેરની ખાસ વાત એ છે કે સલમાનનો જન્મ ઈન્દોરમાં જ થયો છે અને ખાન પરિવારનું અહીં એક મોટું ઘર પણ છે. રિપોર્ટ અનુસાર, ઈન્દોરથી 100 કિમી. દૂર આ ફિલ્મનું શૂટિંગ થશે. સલમાનના પિતા સલીમ ખાન માટે પણ આ લોકેશન મહત્વનું છે. ફિલ્મની તમામ સ્ટારકાસ્ટ ફિલ્મના પહેલા શિડ્યુલમાં એકસાથે જોવા મળશે.

ડિસેમ્બરમાં રિલીઝ થશે ફિલ્મ

આ ફિલ્મ અરબાઝ ખાન અને સલમાન ખાન પ્રોડ્યુસ કરી રહ્યા છે અને પ્રભુદેવા આ ફિલ્મના ડાયરેક્ટર છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા પણ જોવા મળશે અને ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનો સામનો રણબીર કપૂર અને અલીયા ભટ્ટની અભિનય ‘બ્રહ્માસ્ત્ર’ સાથે થઈ શકે છે. જો ખરેખર આ બંને ફિલ્મ એકબીજા સાથે ક્લેશ થઈ તો થિયેટર્સમાં આ વર્ષની બે ફિલ્મો વચ્ચે કડી ટક્કર જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here