Tuesday, December 7, 2021
Homeએમજે અકબર કેસમાં કોર્ટે પ્રિયા રમાણીને સમન્સ મોકલ્યુ, 25 ફેબ્રુઆરીએ સુનાવણી
Array

એમજે અકબર કેસમાં કોર્ટે પ્રિયા રમાણીને સમન્સ મોકલ્યુ, 25 ફેબ્રુઆરીએ સુનાવણી

નવી દિલ્હીઃ  પૂર્વ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબર પર યૌન શોષણનો આરોપ લગાવનાર પત્રકાર રમાનીને પટિયાલા હાઉસ કોર્ટે આરોપી તરીકેનું સમન્સ મોકલ્યું છે. અપરાધિક માનહાનિના મામલામાં તેમને 25 ફેબ્રુઆરીએ પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થવું પડશે.

2 વર્ષ સુધીની સજાની જોગવાઈ

એમજે અકબરે પત્રકાર પ્રિયા રમાની સામે ગત વર્ષે પટિયાલા હાઉસ કોર્ટમાં અપરાધિક માનહાનિ અંગેની અરજી કરી હતી. આ ઉપરાંત તેમણે માનહાનિની IPC કલમ 499 અને 500 હેઠળ પ્રિયા પર કાર્યવાહીની માંગ કરી છે. જેમાં દોષીને 2 વર્ષની સજાની જોગવાઈ છે.

ફરિયાદમાં યૌન શોષણનાં આરોપથી અકબરની બદનામીની સાથે સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી છે.

સત્ય જ મારો એકમાત્ર બચાવ- પ્રિયા રમાની

પ્રિયા રામાનીએ ટ્વીટર પર પોતાનું નિવેદન કરી કહ્યું કે, ઘણી મહિલાઓએ તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને જોખમમાં મૂકીને અકબર સામે અવાજ ઉઠાવ્યો છે. પ્રિયાએ કહ્યું કે, માનહાનિના આરોપો સામે લડવા માટે તે તૈયાર છે. કારણ કે ફક્તને ફક્ત સત્ય જ હવે તેમનો એકમાત્ર બચાવ છે.

પ્રિયાના જણાવ્યા પ્રમાણે, તેમના આરોપોને રાજકીય ષડયંત્ર સાથે જોડનારી વાત ખૂબ જ દુઃખદ છે. પરંતુ મારી પર અપરાધિક માનહાનિ કેસ દાખલ કરીને તેમને પોતાની વાત સ્પષ્ટ કરી દીધી છે. તેઓ ડરાવી ધમકાવીને મહિલાઓને ચુપ કરાવી શકે છે.

12 મહિલાઓએ અકબર પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા

પ્રિયા રમાની પછી ગબાલા બહાવ, શુમા રાહા, અંજૂ ભારતી અને શૂતાપા પોલ સહિત આશરે 12 મહિલાઓએ સોશયલ મિડીયાનાં સહારે અકબર પર યૌન શોષણનાં આરોપ લગાવ્યા હતા. જેમાંથી એક પણ વ્યક્તિએ અકબર સામે ફરિયાદ કરી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments