Tuesday, September 21, 2021
Homeએમસીસીની અશ્વિનને ક્લીન ચિટ, કહ્યું કે માંકડ નિયમ જરૂરી છે
Array

એમસીસીની અશ્વિનને ક્લીન ચિટ, કહ્યું કે માંકડ નિયમ જરૂરી છે

સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટના નિયમોના કસ્ટોડિયન મેર્લબોન ક્રિકેટ ક્લબ (એમસીસી )એ રવિચંદ્રન અશ્વિનને ક્લીન ચિટ આપી છે. અશ્વિને સોમવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને માંકડેડ રનઆઉટ કર્યો હતો. આ રીતે આઉટ કરવા પર અશ્વિનની ટીકા થઇ હતી. જોકે અશ્વિને કહ્યું હતું કે, આ ઇન્સ્ટિક્ટિવ હતું, એમાં રમત ભાવનાનો સવાલ ક્યાંથી ઉભો થાય છે? હવે ક્રિકેટના નિયમના ગાર્ડિયન એમસીસીએ સ્પષ્ટ કર્યું છે કે અશ્વિને નિયમ પ્રમાણે જ બટલરને આઉટ કર્યો છે.

આ બાબતે એમસીસીએ પોતાની વેબસાઈટમાં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું. તેમણે કહ્યું કે, તે ઘટનાને ધ્યાનમાં રાખતા માકંડેડવાળો નિયમ જરૂરી છે. તે ન હોય તો નોન-સ્ટ્રાઈકર એન્ડ ઉપર બેટ્સમેનને ક્રિઝની બહાર ઉભા રહેવાની આઝાદી મળી જશે. તેવું ન થાય તે માટે નિયમ હોવો જરૂરી છે.

બોલ ફેંક્યા પહેલા નોન-સ્ટ્રાઈકરને ચેતાવણી આપવી જરૂરી નથી

એમસીસીએ કહ્યું હતું કે, એ સ્પષ્ટ કરવામાં આવે છે કે નિયમમાં એવું કંઈ નથી કે બોલરે બોલ ફેંક્યા પહેલા ક્રિઝની બહાર ઉભેલા નોન-સ્ટ્રાઈકરને ચેતાવણી આપવી પડે. ભારતના પૂર્વ કેપ્ટ્ન કપિલ દેવ અને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર શૉન ટેટે અશ્વિને કરેલા રનઆઉટને યોગ્ય ગણાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments