એમેઝોનના સીઈઓ જેફ બેઝોસને મળવાનુ ટાળી રહ્યા છે પીએમ મોદી?

0
21

નવી દિલ્હી, તા. 16 જાન્યુઆરી 2020, ગુરુવાર

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. ત્રણ દિવસની આ મુલાકાત દરમિયાન તેઓ પીએમ મોદીને મળવા માંગે છે પણ પીએમઓ તરફથી આ મુલાકાત માટે હજી સુધી હા પાડવામાં આવી નથી. બેઝોસ ભારતમાં 7000 કરોડનુ રોકા કરવાની જાહેરાત કરી ચુક્યા છે.જાણકારોનુ માનવુ છે કે, હાલની સ્થિતિમાં પીએમ મોદી બેઝોસ સાથે મુલાકાત કરે તેવી શક્યતા ઓછી છે.

 

વાત એવી છે કે હાલમાં એમેઝોન અે ફ્લિપકાર્ટ કંપની દ્વારા થઈ રહેલા રોકાણની કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.સરકારે ઈ કોમર્સ સેક્ટરના કેટલાક નિયમો બદલ્યા હોવાથી ઈ કોમર્સ કંપનીઓને પણ પોતાના બિઝનેસ મોડેલમાં ફેરફાર કરવા પડ્યા છે.

ઈ કોમર્સ કંપનીઓ અને સરકાર વચ્ચેના ટકરાવની અસર પીએમ મોદી અને બેઝોસની મુલાકાત પર પડતી દેખાઈ રહી છે.ઉપરાંત બીજુ કારણ એ પણ છે કે, બેઝોસની માલિકીનુ અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટ સતત મોદી સરકારની નીતિઓી ટીકા કરી રહ્યુ છે. બેઝોસની મુલાકાતનો ભારતમાં અલગ અલગ જગ્યાએ નાના વેપારીઓ વિરોધ કરી રહ્યા છે.વેપારીઓના રોષને પારખીને પણ પીએમ મોદી બેઝોસને મળવાનુ ટાળી રહ્યા હોવાની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here