Wednesday, September 22, 2021
Homeએમેઝોન પ્રાઈમના શો ‘ધ એન્ડ’ના 24 એપિસોડ માટે અક્ષય કુમાર 90 કરોડ...
Array

એમેઝોન પ્રાઈમના શો ‘ધ એન્ડ’ના 24 એપિસોડ માટે અક્ષય કુમાર 90 કરોડ રૂપિયા ચાર્જ કરશે

બોલિવુડ ડેસ્ક: અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. ‘કેસરી’ની સફળતા પછી અક્ષય હવે ડિજિટલ પ્લેટફોર્મ પર ધમાકેદાર ડેબ્યૂ કરવા તૈયાર છે. તે એક્શન શો ‘ધ એન્ડ’ લઇને આવી રહ્યો છે. ડીએનએના એક અહેવાલ અનુસાર, આ વેબ સિરીઝ માટે અક્ષયને 90 કરોડ રૂપિયા આપવામાં આવશે. શોની ત્રણ સિઝન હશે અને પ્રત્યેક સિઝનમાં લગભગ આઠ એપિસોડ રાખવામાં આવશે.

ત્રણ સિઝન ત્રણ વર્ષમાં થશે રિલીઝ

અક્ષય વેબ શોનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરશે. તેણે પોતાનું શૂટિંગ શેડ્યૂલ એવી રીતે ગોઠવ્યું છે કે તેની ફિલ્મો પર આ નવા વેબ શોની કોઈ અસર નહીં પડે. મેકર્સ આ શોની ત્રણ સિઝનને ત્રણ વર્ષમાં રિલીઝ કરશે. શોની છેલ્લી સિઝન 2021માં આવશે. દરેક સિઝન માટે અક્ષય વર્ષમાં એક મહિનાનો સમય કાઢશે.

આ વર્ષે અક્ષયની ‘હાઉસફુલ 4’ થશે રિલીઝ

અક્ષયની લેટેસ્ટ રિલીઝ ‘કેસરી’ તો હાલ બોક્સઓફિસ પર ધમાકેદાર કમાણી કરી જ રહી છે. શનિવાર સુધી આ ફિલ્મે 38 કરોડ કમાઈ લીધા છે. આ ઉપરાંત, આ વર્ષે અક્ષયની અપકમિંગ ફિલ્મ ‘હાઉસફુલ 4’ ઓક્ટોબરમાં રિલીઝ થવાની છે. આ સિવાય, તેની વધુ બે ફિલ્મો ‘મિશન મંગલ’ અને પૃથ્વીરાજ ચૌહાણની ફિલ્મ ટૂંક સમયમાં જ ફ્લોર પર આવી જશે. ‘મિશન મંગલ’ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ, વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા અને શર્મન જોશી હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments