Tuesday, December 7, 2021
Homeએરપોર્ટ ઓથોરિટી ગૂજરાત વિદ્યાપીઠમાં 1 કરોડના ખર્ચે સોલર પેનલ લગાવશે
Array

એરપોર્ટ ઓથોરિટી ગૂજરાત વિદ્યાપીઠમાં 1 કરોડના ખર્ચે સોલર પેનલ લગાવશે

અમદાવાદ: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આગામી દિવસોમાં 1 કરોડ રૂપિયાના ખર્ચે ગૂજરાત વિદ્યાપીઠમાં સોલર પેનલ લગાવશે. આ પેનલ લગાવવા માટે ગૂજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રાર રાજેન્દ્ર ખીમાણી અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વતી અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટરે મનોજ ગંગલે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં એમઓયુ પર સહી સિક્કા કર્યા હતા. એરપોર્ટના અધિકારીએ વધુમાં જણાવ્યું કે, હાલ ગૂજરાત વિદ્યાપીઠના લાઈબ્રેરીમાં સોલર પેનલનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે વિદ્યાપીઠમાં વીજ ભારણ વધુ હોવાથી ઓથોરિટી દ્વારા મહાત્મા ગાંધી દ્વારા સ્થપાયેલ 99 વર્ષ જૂની વિદ્યાપીઠમાં મહત્તમ 1 કરોડ રૂપિયાના ખર્ચે સોલર પેનલ લગાવવાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments