એરફોર્સના હુમલામાં જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદનો સાળો યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી પણ હણાયો

0
34

નેશનલ ડેસ્ક: પુલવમા હુમલા બાદ મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનના આંતકી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાએ હુમલો કર્યો હતો. જેમાં LOC પર જૈશનાં ઠેકાણાઓ પર 1000 કિલોનાં બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ભારત દ્વારા કરવામા આવેલી આ એરસ્ટ્રાઈક 21 મિનિટ સુધી ચાલી હતી. આ અંગે માહિતી આપતાં ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે એર સ્ટ્રાઈકમાં જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર તો બચી ગયો પરંતુ તેનો સાળો મૌલાના યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી માર્યો ગયો છે.

IAF હુમલામાં મસૂદ અઝહરનો સાળો ઠારઃ સૂત્રો: ભારતીય વાયુસેના દ્વારા કરવામા આવેલા હુમલામાં 200 થી 300 આતંકી ઠાર મરાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આતંકીઓનાં ઠેકાણા અને લોન્ચ પેડનો પણ ખાત્મો કરી દેવાયો છે. આ હુમલામાં જૈશનો આકા મસૂદ અઝહર પાકિસ્તાની સેનાની ઓથ પાછળ છુપાયો હોવાથી તો તે બચી ગયો છે પરંતુ તેનો સાળો યુસફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી ઠાર મરાયો છે. મળતી માહિતી પ્રમાણે મસૂદનો સાળો આતંકી કેમ્પોનું સંચાલન કરતો હતો. વિદેશ સચિવ વિજય ગોયલે કહ્યું કે, “બાલાકોટ આતંકી કેમ્પમાં મોટી સંખ્યામાં જૈશના આતંકીઓ, ટ્રેઈનર્સ અને કમાન્ડર માર્યા ગયા છે. આ કેમ્પ મૌલાના યુસફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી ચલાવતો હતો.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here