એરફોર્સનું AN-32 વિમાન ગાયબ, 8 ક્રૂ મેમ્બર અને 5 યાત્રી હતા સવાર

0
21

ભારતીય વાયુસેનાને લઇને મોટા સમાચાર મળી રહ્યા છે. વાયુસેનાનું AN-32 વિમાન આસામના જોરહાટથી અરુણાચલ પ્રદેશ માટે ઉડાન ભર્યા બાદ ગાયબ થઇ ગયું છે.

વિમાન જોરહાટથી 12.25 વાગ્યે ઉડાન ભરી હતી. છેલ્લે બપોરે 1 વાગ્યે સંપર્ક થયો હતો. ત્યાર બાદ તેનો સંપર્ક થઇ શક્યો નથી. વાયુસેનાના સૂ્ત્રો મુજબ, વિમાનમા 8 ક્રુ મેમ્બર અને 5 યાત્રી સવાર છે. વિમાનને શોધવા માટે તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલ, વિમાનથી જોડાયેલી કોઇપણ જાણકારી હજુ સુધી સામે આવી નથી.

2016માં ચેન્નઇના પોર્ટ બ્લેયર જઇ રહેલા AN-32 વિમાન લાપતા થઇ ગયું હતું. તેમા ભારતીય વાયુસેનાના 12 જવાન, 6 ક્રુ મેમ્બર, 1 નૌસૈનિક, 1 સેનાનો જવાન અને એક જ પરિવારના 8 સભ્યો હાજર હતા. તેની શોધમાં 1 શબમરીન, 8 વિમાન લગાવવામાં આવી હતી. આ વિમાનના ગાયબ થઇ ગયું હતું, જેનો કોઇ કાટમાળ નહોતો મળ્યો કે ન યાત્રી.

જો વાત કરવામાં આવે AN-32ની તો, તેનું આખુ નામ Antonov-32 છે. આ મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં 2 એન્જિન લાગેલ હોય છે. આ વિમાન 55C થી વધુ તાપમાનમાં ટેક ઓફ કરી શકે છે અને 14, 800 ફૂટની ઉંચાઇ સુધી ઉડાન ભરવામાં સક્ષમ હોય છે. આ વિમાનમાં પાયલટ, કો-પાયલટ, ગનર, નેવિગેટર અને એન્જિનીયર સહિત 5 ક્રુ મેમ્બર હોય છે. તેમા વધુમાં વધુ 50 લોકો મુસાફરી કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here