એરફોર્સે પત્રકારોને કહ્યું- ફાઇટર પ્લેનના વીડિયો શૂટ ન કરો, લેહથી ગલવાન જતા રસ્તા પર પોલીસે પોસ્ટ બનાવી

0
0
ગલવાન તરફ જતા રસ્તા પર હવે પોલીસ કોઇને જવા દેતી નથી.
  • એરફોર્સના અધિકારીઓએ હોટલ ઓથોરિટીઝને કહ્યું- તમારે ત્યાં રોકાયેલા પત્રકારોને એર મુવમેન્ટના વીડિયો શૂટ કરવાની ના પાડો
  • જિલ્લા વહીવટીતંત્રનો નવો નિયમ- દિલ્હીથી લેહ આવનારા મીડિયા કર્મચારીઓને હવે 7 દિવસ ક્વોરેન્ટીન થવું પડશે

એક દિવસ પહેલા આકાશમાં ઉડી રહેલા ફાઇટર પ્લેનના ફુટેજ મીડિયા ચેનલ્સમાં આવ્યા બાદ શનિવારે એરફોર્સે લેહમાં ઉપસ્તિત પત્રકારોને વીડિયો શૂટ ન કરવાની અપીલ કરી છે. આ મામલે શનિવારે સૌથી પહેલો ફોન લેહના સ્થાનિક પત્રકાર અને પ્રેસ ક્લબના પ્રેસિડન્ટ મોરુપ સ્ટજિંગને આવ્યો હતો. આ કોલ એરફોર્સ અધિકારીનો હતો જોકે મોરૂપે અમને અધિકારીનું નામ જણાવ્યું ન હતું. મોરૂપના જણાવ્યા પ્રમાણે, એરફોર્સના અધિકારીએ કહ્યું કે જે કોઇ પત્રકાર એર મુવમેન્ટના ફોટા ક્લિક કરે છે તેમને રોકો કારણ કે આ સુરક્ષાનો મામલો છે.

મોરૂપે સ્થાનિક પત્રકારો સાથે નેશનલ મીડિયા કર્મચારીઓને પણ આ મેસેજ ફોર્વર્ડ કર્યો હતો. એરફોર્સના અધિકારીઓએ હોટલ મેનેજમેન્ટને પણ પત્રકારોને આવું ન કરે તે અંગે સૂચન કર્યું હતું. પોલીસે લેહની હોટલમાં રોકાયેલા તમામ લોકો વિશે માહિતી પણ લીધી છે. તેમાંથી મોટાભાગના મીડિયા કર્મચારી છે.

લેહથી ગલવાન જવાની મનાઇ

જે હોટલમાં મીડિયા કર્મચારી રોકાયા છે, તેની બહાર લેહથી ગલવાન જતા રસ્તા પર પોલીસે ટેન્ટ લગાવી દીધા છે. પોલીસ કર્મચારીઓ ગલવાન જતા રસ્તા પર કોઇને જવા દેતા નથી. એક દિવસ પહેલા લેહના બાહ્ય વિસ્તારોમાં લગભગ 20 કિમી સુધી આવ-જા કરવા પર કોઇ પાબંદી ન હતી. આ રસ્તો ગલવાન, પેન્ગોન્ગ અને ચીન સાથે જોડાયેલા સરહદી વિસ્તાર સુધી જાય છે. આ રસ્તા પર આગળ જતા આર્મીનું એક એસ્ટાબ્લિશમેન્ટ પણ છે.

દિલ્હીથી આવી રહેલા મીડિયા કર્મચારીઓ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરવામા આવી છે. હવે જે કોઇ પત્રકારો શનિવાર પછી લેહ આવશે તેમને 7 દિવસ ક્વોરેન્ટીન કરવામા આવશે. આ પહેલા પત્રકારો માટે આ પ્રકારની કોઇ પાબંદી હતી નહીં.

20 કિમીના દાયરામાં મીડિયા સમેટાયું

અત્યારે જેટલી પણ મીડિયા ટીમ લેહ પહોંચી છે તે લગભગ 20 કિમીના દાયરામાં કેદ થઇ ગઇ છે. પહેલા ડીસી ઓફિસ સરહદી વિસ્તારોમાં જવા માટે ઇનર લાઇન પરમિટ આપતી હતી પરંતુ કોરોના અને લોકડાઉન બાદ તે કાર્યવાહી અત્યારે બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here