એર ઈન્ડિયાને ધમકી મળ્યા બાદ દેશના તમામ એરપોર્ટ હાઈ એલર્ટ પર

0
28

મુંબઈઃ પુલવામા આંતકવાદી હુમલા બાદ પાકિસ્તાનની વિરુદ્ધ ભડકેલા આક્રોશની વચ્ચે શનિવારે દેશના તમામ એરપોર્ટને હાઈએલર્ટ કરવામાં આવ્યા છે. શનિવારે મુંબઈમાં એર ઈન્ડિયા એરલાઈનના ઓપરેશન સેન્ટરને ફોન કરીને ધમકી આપવામાં આવી કે ભારતીય કેરિયરની એક ફલાઈટને હાઈજેક કરી લેવામાં આવશે. આ ઉપરાંત ફોન કરનારે એવી પણ ધમકી આપી હતી કે પ્લેનને હાઈજેક કરીને પાકિસ્તાન લઈ જવામાં આવશે. આ બનાવ બાદ દેશના તમામ એરપોર્ટની સુરક્ષા સખ્ત કરવામાં આવી છે. તેમાં પ્લેનમાં સવાર થતા પહેલા તમામ મુસાફરોની સઘન તપાસ અને કાર પાર્કિગમાં આવનારી ગાડીઓની તપાસનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા બાદ એરપોર્ટ પર સુરક્ષા વધારવામાં આવી છે. આમ છતા શનિવારે ધમકી મળ્યા બાદ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરીટી(BCAS)એ તમામ એરપોર્ટ અને એરલાઈન ઓપરેટરો માટે ગાઈડલાઈન બહાર પાડી છે.

BCASએ કહ્યું છે કે ટર્મિનલ અને ઓપરેશન ક્ષેત્રોમાં જતા પહેલા કડક તપાસ કરવામાં આવે. એરપોર્ટ પર ગાડીઓની યોગ્ય તપાસ કરવામાં આવે. આ ઉપરાંત મુસાફરો, સ્ટાફર, સામાન અને કેટરિંગ વગેરેની કડક તપાસ કરવામાં આવે. એરપોર્ટના એન્ટરન્સ પર અચાનક કરવામાં આવનાર તપાસ પણ વધારવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. એરપોર્ટ પરિસરની સુરક્ષા વધારવા માટે કહેવામા આવ્યું છે, જેમાં ક્વિક રિએક્શન ટીમ(QRT)ની ગોઠવણીનો પણ સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here