Wednesday, December 8, 2021
Homeએર સ્ટ્રાઇકના પુરાવા માંગનારાઓ પર ભડક્યો અક્ષય કુમાર, આપ્યો જડબાતોડ જવાબ
Array

એર સ્ટ્રાઇકના પુરાવા માંગનારાઓ પર ભડક્યો અક્ષય કુમાર, આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ઇન્ડિયન એરફોર્સે 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓને ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ એર સ્ટ્રાઇકમાં આશરે 350 આતંકીઓને ઠાર કરાયા પરંતુ સ્ટ્રાઇક બાદથી જ આ મામલે રાજનીતી શરૂ થઇ ગઇ. વિપક્ષમાં બેઠેલા અનેક લોકો એરસ્ટ્રાઇકના પુરાવા માંગી રહ્યાં છે. ઇન્ડિયન એરફોર્સની બહાદુરી પર શંકા કરવા અને પુરાવા માંગનારાઓને અક્ષય કુમારે જડબાતોડ જવાબ આપ્યો છે.

અક્ષય કુમારે સેના પાસે પુરાવા માગવાના સવાલ પર કહ્યું હતું કે દેશના વીર પોતાનું જીવન દેશ ઉપર કુર્બાન કરે છે. આવા સમયે પુરાવા માગવા એ ખોટું છે. મારે સાબિતી જોઈતી નથી અને આશા રાખું છું કે બાકી લોકો પણ આમ ના કરે. દેશના વીર જવાનો પોતાનું સુખ છોડીને આપણી સુરક્ષા કરે છે. જેથી આપણ પોતાના ઘરમાં શાંતિથી ઉંધી શકીએ છીએ. આવા સમયે જવાનોની વીરતા પર આપણે પુરાવા કેવી રીતે માંગી શકીએ.

અક્ષય કુમારે કહ્યું હતું કે ભારતના વીર દ્વારા દેશ માટે શહીદ થયેલા પરિવારોની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યાર સુધી તે લગભગ 600 શહીદ પરિવારોની મદદ કરી ચૂક્યા છે અને દરેક શહીદ પરિવારને 15 લાખની મદદ કરવામાં આવી છે. હવે અમે આશા રાખી રહ્યા છીએ કે કારગિલ યુદ્ધ કે બીજી લડાઈમાં જે દેશના વીર વિકલાંગ થયા છે અને હવે તે વિકલાંગ જિંદગી જીવી રહ્યા છે, અમારો પ્રયત્ન છે કે અમે ભારતના વીર દ્વારા વિકલાંગ સૈનિકો સાથે જોડાઈએ અને તેમની પણ મદદ કરીએ. આ વિશે સરકાર સાથે અમારી વાતચીત ચાલી રહી છે.

જણાવી દઇએ કે અક્ષય કુમાર દર વખતે સેનાની મદદ માટે આગળ આવે છે. તાજેતરમાં જ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનના પરિવારને આર્થિક મદદ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments