એર સ્ટ્રાઈકના બીજા દિવસે જોશમાં બજાર, સેન્સેકસ 300 અંક મજબૂત, નિફ્ટી 10,900ની ઉપર

0
33

નવી દિલ્હીઃ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ભારતે કરેલી એર સ્ટ્રાઈકના બીજા દિવસે શેરબજારમાં સારી મજબૂતાઈ જોવા મળી રહી છે. હાલ સેન્સેક્સ 300થી વધુ અંકની મજબૂતાઈની સાથે 36,280થી ઉપર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફ્ટી 80 અંકના વધારા સાથે 10,900થી ઉપર છે. નિફ્ટીની વાત કરવામાં આવે તો આઈટી ઈન્ડેક્સને છોડીને તમામ ઈન્ડેક્સમાં ખરીદીથી બજારને મજબૂતાઈ મળી રહી છે.

સનફાર્મા ટોપ ગેનર

નિફ્ટીમાં આઈટીને છોડીને તમામ 10 ઈન્ડેક્સ ગ્રીન નિશાનમાં છે. મેટલ, બેન્ક અને ઓટો સહિત તમામ પ્રમુખ સેકટરમાં ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટીની વાત કરવામાં આવે તો 3 ટકાની મજબૂતાઈની સાથે ટોપ ગેનર છે. જયારે યસ બેન્કમાં 2.70 ટકા, અલ્ટ્રાટેક 2.27 ટકા, એક્સિસ બેન્ક 2.18 ટકા, બજાજ ઓટો 2 ટકાની વધારી સાથે કારોબાર કરી રહ્યો છે.

રૂપિયામાં નબળાઈથી આઈટી ઈન્ડેક્સને ઝાટકો

 આઈટી સ્ટોક્સમાં ઘટાડાનું મુખ્ય કારણ રૂપિયામાં આવેલી નબળીને માનવામાં આવે છે. બુધવારે કારોબારમાં રૂપિયો 6 પૈસા મજબૂત થઈને 71.11 પ્રતિ ડોલરના ભાવ પર ખુલ્યો. અગાઉ મંગળવારે ડોલરની સરખામણીમાં રૂપિયો 9 પૈસા નબળો થઈને 71.06ના સ્તરે બંધ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here