Sunday, November 28, 2021
Home'એર સ્ટ્રાઈકમાં ભાગ લીધો નથી', એરફોર્સમાં કામ કરતી સુરતી યુવતીએ અફવા રોકવા...
Array

‘એર સ્ટ્રાઈકમાં ભાગ લીધો નથી’, એરફોર્સમાં કામ કરતી સુરતી યુવતીએ અફવા રોકવા પોસ્ટ કરી

સુરતઃ પુલવામા હુમલાના 13માં દિવસે જ ભારતીય વાયુસેનાએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. અને 300થી વધુ આતંકીઓનો ખાત્મો કરી નાખ્યો છે. વાયુસેના દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી માં વાયુસેના માં કામ કરતી સુરતની એક યુવતીએ ભાગ લીધો હોવાનો મેસેજ વાઈરલ થયો છે. જેના પગલે યુવતીએ સોશિયલ મીડિયામાં અફવા રોકવા અપીલ કરવી પડી હતી. અને લખ્યું હતું કે, કોઈપણ સ્ટ્રાઈકમાં ભાગ લીધો નથી.

ઉર્વીશા IAFના એરગ્રાઉન્ડ સ્ટાફમાં છે
સુરતની યુવતી ઉર્વીશા જરીવાલા હાલ ઈન્ડિયન એરફોર્સમાં એરગ્રાઉન્ડ સ્ટાફ તરીકે કાર્યરત છે. અને તેના નામે આજે ભારત દ્વારા કરવામાં આવેલી પાકિસ્તાન સામેની કાર્યવાહીમાં ભાગ લીધો હોવાનો મેસેજ વાઈરલ થયો છે.
મેસેજમાં લખવામાં આવ્યું છે કે, આજની એર સ્ટ્રાઈકમાં સુરતના ભુલકા ભવન સ્કૂલની ગર્લે ભાગ લીધો હતો. જેનું નામ ઉર્વીશા જરીવાલા છે. વાઈરલ થયેલો મેસેજ ઉર્વીશા સુધી પહોંચતા તેણે ફેસબૂક પેઈઝ પર પોસ્ટ કરી સ્પષ્તા કરી હતી.
ઉર્વીશાએ લખ્યું, આ મેસેજ ખોટો છે. મારું નામ ખોટી રીતે જોડવામાં આવ્યું છે. મેં કોઈ પણ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઈકમાં ભાગ લીધો નથી. ખોટો મેસેજ ફેલાવવાનું બંધ કરો. મારી તબિયત સારી ન હોવાનું હું રજા પર છું.
આ પ્રકારની સ્પષ્ટતા કરવા છતાં પણ મેસેજ વાઈરલ થઈ રહ્યો છે. જેથી ઉર્વીશાએ કંટાળીને પોતાનું ફેસબૂક એકાઉન્ટ પણ ડિલિટ મારી દીધું છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments