- Advertisement -
નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પર વાયુસેના તરફથી મોટું નિવેદન આવ્યું છે. વાયુસેનાના એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું કે એરફોર્સનું કામ ટાર્ગેટને હિટ કરવાનું છે, અમે તે નથી ગણતાં કે ત્યાં કેટલું નુકસાન થયું છે. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમને જે પણ ટાર્ગેટ મળે છે તેને અમે માત્ર તબાહ જ કરીએ છીએ.
સોમવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં તેઓએ કહ્યું કે જો અમારા ટાર્ગેટ યોગ્ય નથી લાગ્યાં અને માત્ર જંગલમાં જ બોમ્બ ફેંક્યા છે તો પાકિસ્તાન તરફથી જવાબ કેમ આવે છે.