Saturday, September 25, 2021
Homeએવું તો શું થયું કે નામાંકન કરતા પહેલા જ હેમા માલિનીએ કહ્યું...
Array

એવું તો શું થયું કે નામાંકન કરતા પહેલા જ હેમા માલિનીએ કહ્યું કે આ મારી છેલ્લી ચૂંટણી હશે

લોકસભાની ચૂંટણી પહેલાં મથુરાના બીજેપી ઉમેદવાર પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીએ એક નિવેદન આપીને બધાને આશ્ચર્યમાં મુકી દીધા છે. તેમણે કહ્યું કે આ મારી છેલ્લી ચૂંટણી હશે. હેમા માલિનીનું આ નિવેદન મથુરા બેઠકમાં નોમિનેશન પેપર દાખલ કર્યાં પહેલા જ કરવામાં આવ્યું હતું.

આ પહેલા પૂજા કરી ઉમેદવારી પત્ર ભર્યું હતું

યુપીની મથુરા બેઠક પરથી હેમા માલિની ચૂંટણી લડવાના છે ત્યારે સીએમ યોગીએ હેમા માલિની સાથે મથુરાના બાંકે બિહારી મંદિરમાં પૂજા અર્ચન કર્યુ હતું. બાંકે બિહારી મંદિર બાદ મથુરામાં સીએમ યોગી અને હેમા માલિનીએ રોડ શો કર્યો હતો. બાદમાં હેમા માલિનીએ મથુરા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યુ. આજે પહેલા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ છે. જેથી કુલ 91 બેઠક પર ચૂંટણી લડનારા ઉમેદવાર ઉમેદવારી પત્રક ભરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments