Thursday, August 5, 2021
No menu items!
Home'એવેન્જર્સ'ના આયરમેને બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારની નકલ કરી? ખિલાડી કુમારે ઈન્સ્ટાગ્રામ પર...
Array

‘એવેન્જર્સ’ના આયરમેને બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારની નકલ કરી? ખિલાડી કુમારે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શૅર કરી

મુંબઈઃ હોલિવૂડ ફિલ્મ ‘એવેન્જર્સ એન્ડગેમ’એ માત્ર બે દિવસમાં ભારતમાં 104.50 કરોડની કમાણી કરી છે. આ દરમિયાન બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે ફિલ્મના હિરો આયરનમેન સાથે પોતાનું અલગ કનેક્શન શોધી નાખ્યું છે. અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શૅર કરી છે. જેમાં તેણે કહ્યું હતું કે માર્વેલ મૂવીઝમાં આયરન મેનનો રોલ પ્લે કરનાર હોલિવૂડ એક્ટર રોબર્ટ ડાઉનીએ તેના જેવી જ ટાઈ પહેરી હતી.

રોબર્ટ ડાઉનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક તસવીર શૅર કરી હતી, જેમાં તે સૂટ તથા ટાઈમાં જોવા મળે છે. અક્ષય કુમારે આ તસવીર જોઈ તો તેનું ધ્યાન ટાઈ પર પડ્યું હતું. અક્ષય કુમારે પણ સેમ બ્રાન્ડ ગીવનચી (Givenchy)ની ટાઈ ભૂતકાળમાં પહેરી હતી. અક્ષય કુમારે તે જ ટાઈવાળી તસવીર સાથે રોબર્ટની તસવીર ક્લબ કરીને શૅર કરી હતી. તસવીર શૅર કરીને અક્ષય કુમારે કેપ્શન આપ્યું હતું, ”જ્યારે આયરનમેન પણ તમારા જેવી ટાઈ પહેરે, કોણે સારી રીતે પહેરી છે?” અક્ષય કુમારની આ પોસ્ટ પર ચાહકોએ કમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું હતું, ”પેડમેન તથા આયરનમેન સાથે…’ તો અન્ય યુઝરે કમેન્ટ કરી હતી, ”ગોલ્ડમેન તથા આયરન મેન.” તો અન્ય કેટલાંક યુઝરે કમેન્ટ કરી હતી, ”બે લિજેન્ડ એક જ તસવીરમાં..”

https://www.instagram.com/p/BwxEw9uHXIX/?utm_source=ig_embed

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments